સાસરિયાના ત્રાસથી ASI ની પુત્રી ગુમ, પિતાના નામે છોડ્યો હૃદયસ્પર્શી ઓડિયો...

સાસરિયાઓના ત્રાસથી ગુમ થયેલ એએસઆઈના પુત્રી છેલ્લાં પાંચ દિવસથી ગુમ છે. સુરેન્દ્રનગરની કેનાલ પાસે છેલ્લુ લોકેશન મળ્યા બાદ ભારે તપાસ બાદ પણ તેઓ મળ્યા નથી. પરંતુ એક પિતાના નામે દીકરીએ છોડેલી છેલ્લી ઓડિયો ક્લિપના અંશો સામે આવ્યા છે. જેમાં એક દીકરીએ પિતાના નામે અત્યંત હૃદયદ્રાવક વાત કરી છે.  

Updated By: Jul 21, 2021, 03:53 PM IST
સાસરિયાના ત્રાસથી ASI ની પુત્રી ગુમ, પિતાના નામે છોડ્યો હૃદયસ્પર્શી ઓડિયો...

ઉદય રંજન/અમદાવાદ :સાસરિયાઓના ત્રાસથી ગુમ થયેલ એએસઆઈના પુત્રી છેલ્લાં પાંચ દિવસથી ગુમ છે. સુરેન્દ્રનગરની કેનાલ પાસે છેલ્લુ લોકેશન મળ્યા બાદ ભારે તપાસ બાદ પણ તેઓ મળ્યા નથી. પરંતુ એક પિતાના નામે દીકરીએ છોડેલી છેલ્લી ઓડિયો ક્લિપના અંશો સામે આવ્યા છે. જેમાં એક દીકરીએ પિતાના નામે અત્યંત હૃદયદ્રાવક વાત કરી છે.  

સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના એએસઆઈએ ફરિયાદ નોંધાવી છે. એએસઆઈ ગિરીશદાન ગઢવીની ગુમ દીકરીનો હજુ સુધી કોઈ પતો નથી મળ્યો. તેમની દીકરીની ઓડિયો ક્લિપના આધારે ગુનો નોધાયો છે. પુત્રીના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. દીકરીના પતિ અને સાસરિયા તેમની દીકરીને ત્રાસ આપતા હતા. યુવતીનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગર દુધરેજ કેનાલનું આવ્યુ હતું. જોકે, હજુ સુધી તેનો પત્તો મળ્યો નથી. 

‘એ મને મરવાની બીક બતાવે છે, હવે મરીને જ બતાવું...’કહીને અમદાવાદના ASI ના પુત્રી ગુમ

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે કાર્યરતા ગિરીશદાન ગઢવીના દીકરી સોનલબેનના લગ્ન 14 વર્ષ પહેલા ભરૂચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયાં હતાં. 14 વર્ષના લગ્નજીવન બાદ પણ સોનલબેન સાસરીએ ખુશ ન હતા. તેમને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. આ કારણે તેઓ ત્રણ મહિના પહેલા પિયર આવી ગયા હતા. પરંતુ ગુરુવારે સવારે 5 વાગ્યે અચાનક તેઓ પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને પિતાના નામે એક ચિઠ્ઠી તથા એક ઓડિયો છોડ્યો હતો. 

યુવતીના સસરા અને પીઆઇ પ્રતાપદાન ગઢવી અગાઉ કડીમાં લાંચ લેતા પકડાયા હતા. સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, પીઆઈનો પુત્ર યુવતી સાથે બ્લ્યુ ફિલ્મ પ્રમાણે સેક્સ કરાવતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. રિવરફ્રન્ટ પોલીસે પીઆઇ સહિત આઠ લોકો સામે ગુનો નોંધી યુવતીની શોધખોળ હાથ ધરી છે.