Surat Rape Case : સુરતમાં ગ્રીષ્મા મર્ડર કેસ બાદ કપલ બોક્સ ચર્ચામાં આવ્યા હતા. જેના પર બાદમાં પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો. ત્યારે હવે સિંગણપોરની પરિણીતા પર કપલ બોક્સમાં દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. સોશિયલ મીડિયા થકી પરણીતાને પ્રેમમાં ફસાવનાર મયુર નાવડિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સિંગણપોર ખાતે રહેતી પરિણીતાને સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. તેના બાદ કપલ બોક્સમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધી તેના ફોટો પાડી લીધા હતા. તેના બાદ પરિણીતાને બ્લેકમેઇલીંગ કરી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે કંટાળીને પરિણીતાએ પરિવારજનોને વાત કરી હતી. છેવટે મામલો સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા કપલ બોક્સ ચર્ચામા આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સિંગણપોર વિસ્તારની પરિણીતાએ 27 વર્ષીય યુવક સાથે ફરિયાદ નોંધાવી કે, તે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવિણ નાવડિયાના નામના યુવકના સંપર્કમાં આવી હતી. પ્રવિણ નાવડિયાએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જેના બાદ તે પરિણીતાને સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો. 


પ્રવિણ નાવડિયાએ પરિણીતાને ફસાવી હતી, અને તેને કપલ બોક્સમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. એટલુ જ નહિ, તેની સાથેના અંગત પળોના ફોટો પણ પાડી લીધા હતા. આ બાદ પ્રવિણ પરિણીતાને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. તેણે ફોટો બતાવીને પરિણીતા પર સંબંધો બાંધવા દબાણ કર્યુ હતું. 


આમ, અંતે કંટાળેલી પરિણીતાએ પ્રવિણ નાવડિયા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપી પ્રવિણ નાવડીયા સામે દુષ્કર્મ અને છેડતીનો ગુનો દાખલ કર્યો છે. હાલ સિંગણપોર પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.