IPLમાં સટ્ટો રમીને 6 લાખનું દેવું કરીને યુવકે લૂંટી બેંક, પોલીસ કોન્સ્ટેબલે આપ્યો સાથ
IPL ક્રિકેટ મેચના સટ્ટામાં છ લાખ રૂપિયાનું દેવું થઈ જતાં યુવકે ઘાટલોડિયામાં કે.કે.નગર રોડ પર સમર્પણ ટાવરમાં ગોલ્ડ પર લોન આપતી IIFL ફાઈનાન્સની ઓફિસમાં લોડેડ પિસ્તોલ લઈને શનિવારે બપોરે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં હેલ્મેટ અને મોં પર બૂકાની પહેરેલ યુવકે કંપનીના કર્મચારીઓ સામે પિસ્તોલ તાકીને થેલામાં રોકડ ભરાવી હતી.
જાવેદ સૈયદ/અમદાવાદ: IPL ક્રિકેટ મેચના સટ્ટામાં છ લાખ રૂપિયાનું દેવું થઈ જતાં યુવકે ઘાટલોડિયામાં કે.કે.નગર રોડ પર સમર્પણ ટાવરમાં ગોલ્ડ પર લોન આપતી IIFL ફાઈનાન્સની ઓફિસમાં લોડેડ પિસ્તોલ લઈને શનિવારે બપોરે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં હેલ્મેટ અને મોં પર બૂકાની પહેરેલ યુવકે કંપનીના કર્મચારીઓ સામે પિસ્તોલ તાકીને થેલામાં રોકડ ભરાવી હતી.
રૂપિયા 14,970ની લૂંટ કરીને ભાગી રહેલા યુવકનો વોશરૂમમાંથી બહાર આવેલા બ્રાંચ મેનેજરે બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો હતો. યુવકે બચવા માટે ફાયરિંગ કર્યું પરંતુ લોકોએ તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે નિર્ણયનગરમાં સેક્ટર-૨માં સર્વોપરી સ્વામિનારાયણ નગરમાં રહેતાં ચિરાગ જયેશ ભાવસારની ધરપકડ કરી હતી.
રાજ્યના 54 તાલુકાઓમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં તમામ નદીઓમાં ઘોડાપૂર
જુઓ LIVE TV
જેમાં પોલીસે આજે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી ગજેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ છે અને તે હાલમાં પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજવે છે. આરોપી ગજેન્દ્ર સિંહે આરોપી ચિરાગને પિસ્તોલ અપાવવમાં મદદ કરી હોવાનું હાલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.