જાવેદ સૈયદ/અમદાવાદ: સોસીયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પર મોડેલનું ફેક આઈ ડી બનાવનાર આરોપીની સાયબર સેલે ધરપકડ કરી. અમદાવાદના નિકોલમાં રહેતા હિતેશ ભીમણીની સાયબર સેલે ધરપકડ કરી છે. પોતાની યુટ્યુબ ચેનલમાં ફોલોઅર્સ વધારવા જાણીતી યુવા મોડેલના નામનું આરોપી દ્વારા ફેક એકાઉન્ટ બનાવમાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફેક આઈ ડી થી અન્ય લોકોને પોતાની રાધે સોલ્યુશન નામની યુટ્યુબ ચેનલની લિંક મોકલતો હતો. ફરિયાદી મોડેલ આ અંગે જાણ થયા સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. જે મામલે સાયબર સેલે તપાસ કરતા આ જ મોડેલ નહીં પરંતુ અન્ય 5 થી વધુ યુવતીઓના નામે આરોપી હિતેશે ફેક આઈડી બનાવી હતી.


‘જય મહારાજ’ના નાદ સાથે સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ, થઇ સાકર વર્ષા


આ આઈ ડી પર પોતાની યુટ્યુબ ચેનલનું પ્રમોશન કરવા અને ચેનલના વ્યૂ વધારવા માટે લિંક મોકલતો હતો. પરંતુ શોર્ટ કર્ટમાં યુટ્યુબ પાસેથી રૂપિયા કમાવનો કીમિયો આરોપીને ભારે પડ્યો છે. હાલ તો સાયબર સેલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.