ગુજરાતની નંબર 1 ચેનલ ZEE 24 કલાકે પૂર્ણ કર્યા સફળતાનાં 3 વર્ષ.. આભાર ગુજરાત...
વર્ષ 2017માં 20મી ઑગસ્ટના રોજ ‘અમે સાંભળીએ તમારી વાત...’ના ટેગ સાથે શરૂ થયેલી ZEE 24 કલાકની સફર આપ સૌ દર્શકોના પ્રેમથી હવે સફળ બની ચૂકી છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં તમારી પસંદગીની ન્યૂઝ ચેનલ ZEE 24 કલાકને 3 વર્ષ પૂર્ણ થયા છે. પળેપળના અપડેટ સતત તમારા સુધી પહોંચાડવા તત્પર રહેતી ચેનલે ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે ZEE 24 કલાકને ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ (#Zee24kalakno1) બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર... વર્ષ 2017માં 20મી ઑગસ્ટના રોજ ‘અમે સાંભળીએ તમારી વાત...’ના ટેગ સાથે શરૂ થયેલી ZEE 24 કલાકની સફર આપ સૌ દર્શકોના પ્રેમથી હવે સફળ બની ચૂકી છે. ચોમાસામાં, વાવાઝોડામાં, પૂરમાં, ભૂકંપમાં, કોરોના મહામારીમાં, ઠંડીમાં, ગરમીમાં, સુખમાં અને દુખમાં ZEE 24 કલાકે હંમેશાં તમારી વાત સાંભળી છે. ગુજરાતના સમાચાર હોય, દેશના સમાચાર હોય કે દુનિયાના, વાત ખેડૂતોની હોય, વેપારીઓની હોય કે વિદ્યાર્થીઓ અને વાલીઓની, ગુજરાતના તમામે તમામ વર્ગ સુધી તમામ સમાચારો સાથે પહોંચવાનો અમારો આ પ્રયાસ નિરંતર ચાલતો રહેશે. ગૃહિણીઓ, શિક્ષકો, કર્મચારીઓ, અધિકારીઓ, જન પ્રતિનિધિઓ- દરેકની વાત અમે સાંભળી છે અને સાંભળતા રહીશું. સૌથી ઝડપી, સચોટ અને સંપૂર્ણ માહિતી સાથેના સમાચારો આપના સુધી અમે પહોંચાડતા રહીશું. આપ સૌ દર્શકોના ભરોસાથી જ ZEE 24 કલાક ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ બની છે.
ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર : શાર્પશૂટરને કોરોના, હવે રિકવરી બાદ જ ધરપકડ થશે
‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી શાર્પશૂટરે કોઈને ફોટો મોકલ્યો હતો, લીધી હતી મોટી રકમની સોપારી
ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું
અમદાવાદની આ હોટલમાં રોકાયો હતો ગોરધન ઝડફિયાને મારવા આવેલો શાર્પશૂટર
ગોધરાકાંડ સમયે ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાને અગાઉ પણ ધમકી મળી હતી
છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી