શેઠની શિખામણ ઝાંપા સુધી, કાર્યક્રમમાં AMC ના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર જ માસ્કનો નિયમ ભૂલ્યા
- એએમસીના સ્માર્ટ સિટી વિભાગના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર નીતિન સંગવાન અયોગ્ય રીતે માસ્ક પહેરેલા જોવા મળ્યા.
- IAS અધિકારી દ્વારા યોગ્ય રીતે માસ્ક ન પહેરવાના મામલે ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :સમગ્ર રાજ્યમાંથી માસ્ક ન પહેરવા પર દંડ વસૂલાય છે. અત્યાર સુધી સરકારે લાખો રૂપિયાનો દંડ સામાન્ય જનતા પાસેથી વસૂલી લીધો છે. ત્યારે હવે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ અમદાવાદમાં સર્જાયો છે. માસ્ક ઉઘરાવવા મામલે એએમસી તંત્રની જ મોટી બેદરકારી સામે આવી છે. એક જાહેર કાર્યક્રમમાં ખુદ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર નીતિન સંગવાન જ અયોગ્ય રીતે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. એટલું જ નહિ, તેઓ જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાં અનેક લોકોએ માસ્ક પહેર્યા ન હતા, છતાં તેઓએ કોઈ એક્શન ન લીધા.
આ પણ વાંચો : ગુજરાત સરકાર આજે ફી વિશે લેશે નિર્ણય, એ પહેલા વાલીમંડળમાં પડ્યા ફાંટા
સાઈકલ રેલીમાં માસ્ક વગર જોવા મળ્યા ડેપ્યુટી મ્યુનિ કમિશનર
તાજેતરમાં રવિવારે અમદાવાદમાં સાઇકલ ફોર ચેલેજ યાત્રા યોજાઈ હતી. પ્રારંભ અને અંત બિંદુ વિનાની આ અનોખી સાયકલ યાત્રામાં શહેરીજનોએ ફીટ રહેવાનો મેસેજ આપ્યો હતો. કોરોનાકાળને કારણે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે, ત્યારે શહેરીજનોએ વિવિધ વિસ્તારમાંથી સાઇકલિંગ કરી ફીટ રહેવાનો મેસેજ આપ્યો. ત્યારે કાર્યક્રમમાં એએમસીના સ્માર્ટ સિટી વિભાગના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર નીતિન સંગવાન અયોગ્ય રીતે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. તેમજ અન્ય લોકોએ પણ માસ્ક પહેર્યા ન હતા. ત્યારે આ સાયકલ રેસ દરમ્યાનનો વાયરલ થયો છે. ફ્લેગ ઓફ કરનારા આમંત્રિતોએ પણ માસ્ક પહેર્યા ન હતા.
તાત્કાલિક દંડ વસૂલાયો
ત્યારે સવાલ એ છે કે, સામાન્ય પ્રજાને માસ્ક મામલે દંડતું સોલિડ વેસ્ટ વિભાગ કેમ આ મામલે મૌન છે? શુ પોતાના જ ડે. કમિશનરને દંડ કરવાની હિંમત બતાવશે amc ?? નીતિન સંગવાન IAS કક્ષાના અધિકારી છે. ત્યારે એએમસીના IAS અધિકારી દ્વારા યોગ્ય રીતે માસ્ક ન પહેરવાના મામલે ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી હીત. ડેપ્યુટી કમિશનર નીતિન સાંગવાન પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. દંડ વસૂલવાનો આદેશ અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તા દ્વારા આપવામાં આવ્યો હતો.