અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી મોટો સર્વે કર્યો છે. અમે 2 મહિના સુધી આશરે બે લાખ લોકો સાથે વાત કરીને આ સર્વે તૈયાર કર્યો છે. તમે પણ જુઓ શું છે આ સર્વેનું પરિણામ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી 24 કલાકે લોકોને સવાલ કર્યો કે તમે મુખ્યમંત્રીના કામથી કેટલા સંતુષ્ટ છો? જેમાં 32 ટકા લોકોએ જવાબ આપ્યો કે તે મુખ્યમંત્રીના કામથી સંપૂર્ણ સંતુષ્ટ છે. તો 28 ટકા લોકો સંતુષ્ટ હોવાનો જવાબ આપ્યો હતો. જ્યારે 19 ટકા લોકો મુખ્યમંત્રીના કામથી અસંતુષ્ટ છે. જ્યારે 21 ટકા લોકોએ કહ્યું કે કહી ન શકાય. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરીથી કેટલા સંતુષ્ટ છો?
સંપૂર્ણ સંતુષ્ટ    32%
સંતુષ્ટ        28%
અસંતુષ્ટ        19%
કહી ન શકાય    21%


આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કઇ બેઠક માટે કયા તબક્કામાં યોજાશે મતદાન, જાણો A To Z


તો ઝી 24 કલાકે લોકોને સવાલ કર્યો હતો કે છેલ્લા 20 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી કોણ? જેના જવાબમાં આશરે 40 ટકા લોકોએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ મુખ્યમંત્રી હતા. તો ભૂપેન્દ્ર પટેલના પક્ષમાં 20.67 ટકા લોકો હતા. ત્યારબાદ અનુક્રમે આનંદીબહેન પટેલ, વિજય રૂપાણીનું નામ સામે આવ્યું હતું. 


છેલ્લાં 20 વર્ષના શ્રેષ્ઠ CM કોણ?
નરેન્દ્ર મોદી        39.57%
ભૂપેન્દ્ર પટેલ    20.67%
આનંદીબેન પટેલ    15.03%
વિજય રૂપાણી    10.43%
આમાંથી કોઈ નહીં    14.28%


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube