ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કઇ બેઠક માટે કયા તબક્કામાં યોજાશે મતદાન, જાણો A To Z માહિતી

Gujarat Assembly Election 2022: ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે  છે. જેને લઈ 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે તો 17 નવેમ્બર સુધી  ઉમેદવારી પરત ખેંચી શકાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કઇ બેઠક માટે કયા તબક્કામાં યોજાશે મતદાન, જાણો A To Z માહિતી

Gujarat Assembly Election 2022: ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. 

ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે  છે. જેને લઈ 5 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે તો 17 નવેમ્બર સુધી  ઉમેદવારી પરત ખેંચી શકાશે. એવી રીતે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે.  બીજા તબક્કા માટે નામાંકન દાખલ કરવાની તારીખ 17 નવેમ્બર છે. તો બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. જોકે પ્રથમ અને બીજા તબક્કા બંનેની મતગણતરી 8 ડિસેમ્બરે જ યોજાશે. 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું ક  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે.

— ANI (@ANI) November 3, 2022

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછા મતદાનની ટકાવારી ધરાવતા કેન્દ્રોની ઓળખ કરવામાં આવી છે, ત્યાં મતદાનની ટકાવારી વધારવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે.

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કયા જિલ્લામાં થશે મતદાન? 
કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડ.

મહત્વનું છે કે, કચ્છની 6 બેઠક, સુરેન્દ્રનગરની 5 બેઠક, મોરબીની 3 બેઠક, રાજકોટની 8 બેઠક, જામનગરની 5 બેઠક, દ્વારકાની 2 બેઠક, પોરબંદરની 2 બેઠક, જૂનાગઢની 5 બેઠક, ગીર સોમનાથની 4 બેઠક, અમરેલીની 5 બેઠક, ભાવનગરની 7 બેઠક, બોટાદની 2 બેઠક, નર્મદાની 2 બેઠક, ભરૂચની 5 બેઠક, સુરતની 16 બેઠક, તાપીની 2 બેઠક, ડાંગની 1 બેઠક, નવસારીની 4 બેઠક અને વલસાડની 5 બેઠકનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં બીજા તબક્કામાં કયા જિલ્લામાં થશે મતદાન? 
અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા.

મહત્વનું છે કે, બનાસકાંઠાની 9 બેઠક, સાબરકાંઠાની 4 બેઠક, અરવલ્લીની 3 બેઠક, પાટણની 4 બેઠક, મહેસાણાની 7 બેઠક, ગાંધીનગરની 5 બેઠક, અમદાવાદની 21 બેઠક, ખેડાની 6 બેઠક, પંચમહાલની 5 બેઠક, દાહોદની 6 બેઠક, આણંદની 7 બેઠક, વડોદરાની 10 બેઠક, છોટાઉદેપુરની 3 બેઠક અને મહીસાગરની 2 બેઠકનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news