ગુજરાતના ગામડામાં વસતો પ્રત્યેક બીજો પુરુષ તમાકુનો બંધાણી, તો દારૂ પીવામાં મહિલાઓ પણ પાછળ નથી
ગુજરાતમાં દારૂ અને તમાકુના બંધાણીઓ કેટલા છે તે કહેવાની જરૂર નથી, ન તો આંકડો આપવાની જરૂર છે. લોકડાઉનમાં તમાકુ અને ગુટકાના બંધાણીઓની શુ હાલત થઈ હતી તે તો આપણે સૌએ જોઈ છે. ઊંચા ભાવે ગુટખા વેચાયા હોય તેવુ દેશભરમાં પહેલીવાર ગુજરાતમાં બન્યું હતું. કુપોષણ, સ્ત્રી-પુરુષમાં અસમાનતા બાદ હવે ઝી 24 કલાક વધુ એક મોટો ખુલાસો લાવ્યું છે. હાલ વાત કરીશું ગુજરાતમાં તમાકુના બંધાણીઓની. ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં થયો છે. વર્ષ 2019-20ના આ સરવેમાં કુપોષણને લગતી આવી અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાતમાં માત્ર પુરુષો જ નહિ, પરંતુ મહિલાઓ પણ તમાકુની બંધાણી છે. ત્યારે ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ છે તેના પર એક નજર કરીએ...