Operation Party : થર્ટી ફર્સ્ટની પાર્ટી પહેલાં ZEE 24 કલાક પર જુઓ ઓપરેશન પાર્ટી. થર્ટી ફર્સ્ટ પહેલાં થતા પોલીસ તપાસના નાટકનો પર્દાફાશ. જુઓ કેવી રીતે ગુજરાતનાં શહેરોમાં વેચાઈ રહ્યો છે દારૂ. જુઓ કયા-કયા પોલીસ સ્ટેશનની હદમાં વેચાઈ રહ્યો છે દારૂ... જુઓ કોણ વેચી રહ્યું છે દારૂ... ZEE 24 કલાકે થર્ટી ફર્સ્ટની પાર્ટી પહેલાં ઓપરેશન પાર્ટી નામથી સ્ટિંગ ઓપરેશન કર્યું છે. જેમાં એવા ચોકાવનારા ચહેરા કેદ થયા છે જે બતાવે છે દારૂબંધી તો નામની છે.. દારૂ જોઈએ ત્યારે મળે છે.. આ સ્ટિંગ ઓપરેશન અમે એટલા માટે કર્યું છે કેમ કે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થર્ટી ફર્સ્ટ હોવાથી નવા વર્ષની પાર્ટીઓની જેવી તૈયારી શરૂ થઈ ત્યાં જ પોલીસે દાવા કરવાના શરૂ કર્યા હતા કે તેમણે સઘન તપાસ કરવાની શરૂઆત કરી દીધી છે. જ્યાં જુઓ તો પોલીસ તપાસ થતી હોવાનાં દ્રશ્યો સામે આવવા લાગ્યાં. સામાન્ય જનતા સમાચાર જુએ તો એવું જ લાગે કે ગુજરાતની પોલીસ તો જબરદસ્ત તપાસ કરી રહી છે. પરંતુ આ તપાસ કેવી રીતે થઈ રહી છે અને પોલીસના સઘન ચેકિંગ પાછળની સચ્ચાઈ શું છે તેના પરથી અમે ઉઠાવી રહ્યા છીએ પડદો. ગૃહ રાજ્યમંત્રી અને DGP સાહેબ જુઓ ગુજરાતનાં શહેરોમાં કોણ વેચી રહ્યું છે વિદેશી દારૂ. તમામ શહેર અને જિલ્લાના પોલીસ વડા સાહેબ જુઓ. કેવી રીતે વેચાઈ રહ્યો છે દારૂ... હકીકત એ છે કે પોલીસની તપાસ તો ખાલી દેખાડો છે પાર્ટીની તૈયારીઓ પૂરજોશમાં છે. દારૂબંધીના કાયદાના ઉડી રહ્યા છે અનેક શહેરમાં લીરે લીરા. 


જુઓ કયા શહેરમાં કોણ વેચી રહ્યું છે દેશી અને વિદેશી દારૂ? જુઓ કેવી રીતે પોલીસ જ ઉડાવી રહી છે ખાખી વર્દીના ધજાગરા... ZEE 24 કલાકે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. દરેક પોલીસ સ્ટેશન અને દરેક જિલ્લાના પોલીસ અધિકારીઓ 
ZEE 24 કલાકે કરેલું સ્ટિંગ ઓપરેશન જુએ, પોલીસ કર્મચારીઓ જુએ... કે કયા કયા શહેરમાં દારૂ મળી રહ્યો છે અને કોણ દારૂ વેચી રહ્યું છે. થર્ટી ફર્સ્ટ પહેલાં જે તપાસ ચાલી રહી છે તેની સચ્ચાઈ જુઓ. દાવા, હકીકત અને વાસ્તવિકતા શુ છે તે અમે બતાવીશું.
જુઓ... અનેક પોલીસ સ્ટેશનની હદમાં વેચાઈ રહ્યો છે વિદેશી દારૂ... 


પંચમહાલમાં જે માંગો તે ઘરે પહોંચી જાય
ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે ના માત્ર શહેરો પણ જંગલ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલે છે...પંચમહાલના જાંબુઘોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ જ્યાં તમે કહો ત્યાં આવીને બુટલેગર દારૂ માંગો તો દારૂ અને બિયર માગો તો બિયર પહોંચાડી જાય છે.તો હાલોલના અભેટવા ગામ તો ગુજરાત બહારનું હોય તેવું લાગે છે. અહીં તો ધોળા દિવસે ખાખીના ખોફ વગર બેરોકટોક દારૂની ભઠ્ઠીઓ ધમધમ છે...મહત્વનું છે થર્ટી ફસ્ટની ઉજવણી માટે મોટી સંખ્યામાં જંગલ વિસ્તાર જાંબુઘોડના રિસોર્ટમાં લોકો આવતા હોય છે..અને તેનો જ લાભ લેવા માટે રાહ જોઈને બેઠા હોય છે બુટલેગરો..સરહદ પર સઘન ચેકિંગના દાવા કરતી પોલીસ જાંબુઘોડાના અંતરિયાળ વિસ્તારમાં દૂર દૂર સુધી જોવા મળી નથી...ત્યારે જાંબુઘોડામાં કેવી રીતે પોલીસના નાક નીચે વિદેશી દારૂ અને બિયરનો વેપલો ચાલે છે તેનો પર્દાફાશ કરવા ZEE 24 કલાકની ટીમે સ્ટિંગ ઓપરેશન કર્યું..જેમાં અમારી ટીમ ગઈ તો બુટલેગ સાથે પહેલાં તો ભાવ નક્કી થયો..દારૂની અને બિયરની બોટલના 250  રૂપિયા બુટલેગરે ભાવ કહ્યા..અમે જ્યારે લેવા તૈયાર થઈ ગયો તો કહ્યું બહાર રસ્તા પર ઊભા રહો  માલ ત્યાં આવી જશે..બસ થોડી જ વારમાં બુટલેગર એક થેલીમાં ભરીને માલ આપી જાય છે અને પૈસા લઈને જતો રહે છે...પરંતુ ગાંધીના ગુજરાતમાં ચાલતા આ ગોરખધંધા જાંબુખોડા પોલીસ સ્ટેશનના જાંબાજ પોલીસકર્મીઓને અત્યાર સુધીમાં દેખાયા નથી..


વડોદરામાં પોલીસ સ્ટેશન પ્રમાણે બૂટલેગરોની માહિતી 


1. સયાજીગંજ પોલીસ સ્ટેશન: રાકો, રિયાઝ, જાવેદ, અન્નું 
2. રાવપુરા પોલીસ સ્ટેશન : નિલેશ કહાર, કિરણ કહાર, શૈલેષ કહાર
3. કારેલીબાગ પોલીસ સ્ટેશન : પ્રીતિ કહાર, મનોજ કહાર, સંતોષ માળી, યાકુબ મન્સૂરી, વિનોદ માળી, સંજય માળી, નિખિલ કહાર
4. ગોરવા પોલીસ સ્ટેશન : વિનોદ ટેની, હર્ષદ, જીગો, ભાવેશ
5. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન : ભાવેશ, વિનોદ, રોહિત, મુન્નો
6. જવાહરનગર પોલીસ સ્ટેશન : રાજેશ માળી, ગોકો 
7. નંદેસરી પોલીસ સ્ટેશન : દેવો, સિદ્ધાર્થ ગોહિલ 
8. ફતેગંજ પોલીસ સ્ટેશન : સંજુ મરાઠી
9. માંજલપુર પોલીસ સ્ટેશન : અજય ભાણિયા, દેવા
10. મકરપુરા પોલીસ સ્ટેશન : ફારુક દીવાન, અર્જુન ઉર્ફે સરદાર સિંકલીગર 
11. ગોત્રી પોલીસ સ્ટેશન : લખન, કિશન, સંતોષ પાંગ્યા, માસી
12. વારસિયા પોલીસ સ્ટેશન : પ્રેમ સિંધી, સંજુ કહાર
13. વરણામા પોલીસ સ્ટેશન  (રૂરલ) : રણજીત ઠાકોર, લાલી 


વીજુ સિંધી, લાલુ સિંધી જેલમાં બેઠા બેઠા વડોદરામાં આખું દારૂનું નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું કહેવાય છે. વડોદરાના બૂટલેગરોએ રાજસ્થાન ખાતે દારૂના ઠેકા ટ્રાન્સફર કર્યા છે. રાજસ્થાનથી સાબરકાંઠા થઈને શામળાજી થઈને ગાંધીનગર બોર્ડરથી વડોદરા શહેર જિલ્લામાં દારૂ ઠલવાય છે. 


તો રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. કુબલિયારા વિસ્તારમાં આ ભઠ્ઠીઓ ચાલી રહી છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાની સાક્ષી પુરતા દ્રશ્યો રાજકોટમાં અનેક સ્થળે જોવા મળે છે. ત્યારે રાજકોટ લઠ્ઠાકાંડ જેવી ઘટના બને તે કોણ જવાબદાર? રાજકોટમાં ખુલ્લેઆમ દેશીદારૂ મળી રહ્યો છે. થોરાળા પોલીસ સ્ટેશનની પાછળ જ આ ભઠ્ઠીઓ ચલાવાયે છે. ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 


તો ઝી 24 કલાકના સ્ટિંગ ઓપરેશન પર લો એન્ડ ઓર્ડર ઈન્ચાર્જ DGP વિકાસ સહાયે કહ્યું કે, 31 ડિસેમ્બર અને નવા વર્ષ માટે તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ ઉજવણી માટે વ્યવસ્થા કરી છે. દરેકને અપીલ છે કે આ પ્રસંગની ખુલ્લા દિલે ઉજવણી કરે. મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની She ટીમ કાર્યરત છે. 600 She ટીમ સમગ્ર રાજયમાં પેટ્રોલીંગ કરશે. દરેક પોલીસ સ્ટેશનમાં વુમન હેલ્પ ડેસ્ક આજના દિવસ માટે સ્પેશિયલ ઊભો કરાયો છે. દારૂબંધીના કડક પાલન માટે વિશેષ ડ્રાઈવ આજે કરાશે. 3 હજાર બ્રેથ એન લાઇઝરથી ચકાસણી થશે. ડ્રગ્સનું સેવન કરેલા માટે વિશેષ કીટ 4 મહાનગરમાં આપી છે. જેનાથી 5 થી 7 મિનિટમાં ડ્રગ્સના સેવન કરેલી વ્યક્તિઓની ચકાસણી થશે. ત્રિનેત્રથી ટ્રાફિક મેનેજમેન્ટ દરેક જિલ્લામાં કરાશે. સિનિયર અધિકારીઓ તેનું મોનીટરીંગ કરશે. DySP અને PI કક્ષાના અધિકારીઓ સતત મોનીટરીંગ કરશે