આશ્કા જાની/અમદાવાદ: મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટતા મોટી સંખ્યામાં લોકોના કરૂણ મોત થયા છે, અનેક પરિવાર  નોધારા બન્યા છે. આ દુર્ઘટનામાં સૌથી વધુ મોત બાળકોના થયા છે. આ હોનારત બાદ ઝી 24 કલાકની ટીમે અમદાવાદના જુદા જુદા બ્રિજનું રિયાલિટી ચેકિંગ હાથ ધર્યું હતું. આ રિયાલિટી ચેકિંગમાં તંત્રની ધોર બેદરકારી સામે આવી છે. જેના કારણે અમદાવાદમાં પણ મોરબી જેવી હોનારત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના સરખેજ જુહાપુરથી નારોલને જોડતો બ્રિજ છે જે શાસ્ત્રી બ્રિજના નામથી ઓળખાય છે. શાસ્ત્રી બ્રિજ પર ઝી 24 કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી ત્યારે જાણવા મળ્યું કે 
આ બ્રિજની હાલત એટલી ખરાબ છે ગમે ત્યારે પડી શકે છે. બ્રિજની પાડી અને દીવાલો તૂટેલી હાલતમાં છે મોટી તિરાડો પડી ગઈ છે. 


સાથે જ આ બ્રિજમાં કરવામાં આવેલા સાંધા પણ ખુલ્લી ગયા છે સાથે જ કોઈ પણ વાહન બ્રિજ પરથી પસાર થાય તો એક ધ્રુજારી અનુભવાય છે. સાથે બ્રિજ પર  અમુક જગ્યાએ તો બેરીકેટ અને પથ્થર મુકવામાં આવ્યા છે કેમ કે તેટલો ભાગ વધારે જર્જરિત છે માટે કોઈ વાહન એટલા ભાગમાંથી પસાર ન થાય .


શાસ્ત્રી બ્રિજની હાલત એટલી ખરાબ છે કે જો તંત્ર દ્વારા ઝડપથી સમારકામ કરવામાં નહિ આવે તો મોરબી જેવી મોટી હોનારત થઈ શકે છે. ઝી 24 કલાકની ટીમે શાસ્ત્રી બ્રિજ પરથી પસાર થતા લોકો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે, આ બ્રિજની હાલત છેલ્લા ઘણા સમયથી એટલી ખરાબ છે કે વાહન ચાલકોને ડર લાગે છે. ડરની સાથે લોકો પસાર થઈ રહ્યા છે.


શાસ્ત્રી બ્રિજ પર લોકોની અવર જવર વધારે છે કેમ કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડે છે. લોકો નોકરી ધંધા માટે આ રસ્તો અને બ્રિજનો ઉપયોગ કરે છે, જેના કારણે મોટી સંખ્યામાં ટ્રાફિક પણ જોવા મળે છે. ઝી 24 કલાકના માધ્યમથી વાહન ચાલકો સતત સરકાર અને તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે ઝડપથી બ્રિજનું સમારકામ કરવામાં આવે. 


જો તંત્રની આંખ નહિ ઉગડે અને શાસ્ત્રી બ્રિજનું સમારકામ ઝડપથી નહિ કરવામાં આવે તો મોરબી જેવી હોનારત થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube