રાજકોટઃ ભણ્યા વગર ડિગ્રી મળે.. લાયકાત વિના સારા માર્કની માર્કશીટ મળે.. પરીક્ષા આપ્યા વિના ઘરે બેઠાં ડિગ્રી સર્ટિફિકેટ મળી જાય.. આવું બની શકે છે.. પરંતુ આવી લાલચમાં આવી ફસાઈ જશો.. તો સાવધાન થઈ જાવ કેમ કે ચાલી રહ્યું છે બોગસ ડિગ્રીનું કૌભાંડ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના રૈયા રોડ પરના સનરેઈઝ ક્લાસીસના સંચાલક ચલાવી રહ્યા છે આ ડિગ્રી આપવાનું કૌભાંડ.. અને ધોરણ 10,12 અને કોલેજની ડિગ્રી અપાવી રહ્યા છે..સંચાલકનો દાવો છે કે તમે 65 હજાર રૂપિયા આપો એટલે પરીક્ષા આપ્યા વિના જ ડિગ્રી મળી જાય.. અને રૂપિયા આપો એટલે 20થી 25 દિવસમાં તમારી પાસે ડિગ્રી આવી જાય. આ ડિગ્રી ઉત્તરપ્રદેશ બોર્ડ કે યુનિવર્સિટીની આપવામાં આવે છે. 


રાજકોટમાં રૂપિયા આપીને ડિગ્રી અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.  રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા સનરે ક્લાસીસના સંચાલક ધોરણ 10, 12 તેમજ કોલેજની ડિગ્રી અપાવી રહ્યા છે. જો તમે આ ડિગ્રીને લાયક ન હોય પરંતુ તમારે ડિગ્રીની જરૂર હોય તો રૂપિયા આપીને ડિગ્રી મેળવી આપે છે આ ક્લાસીસના સંચાલક. સંચાલકનો દાવો છે કે જો તમે 65 હજાર રૂપિયા આપો તો ધોરણ 10, 12 અને કોલેજની ડિગ્રી પરીક્ષા આપ્યા વિના જ મળી જાય.  સંચાલકનો દાવો છે કે રૂપિયા આપો એટલે માર્કશીટ 20થી 25 દિવસમાં તમારા હાથમાં આપી દેવામાં આવશે..જો કે આ માર્કશીટ ગુજરાત નહીં પરંતુ ઉત્તરપ્રદેશ બોર્ડની કે યુનિવર્સિટીની આપવામાં આવતી હોવાનું સંચાલક કહી રહ્યો છે. 


ઝી 24 કલાકની અસર
રાજકોટમાં ચાલી રહેલા ડિગ્રી કૌભાંડ મામલે ઝી 24 કલાકના સ્ટીંગ ઓપરેશનનો ત્વરિત પડઘો પડ્યો છે.. ઝી 24 કલાકના સ્ટીંગ ઓપરેશન બાદ ક્રાઈમ બ્રાંચે સંચાલકને ત્યાં દરોડા પાડ્યા છે.. અને રૂપિયા લઈ ડિગ્રી આપનાર આ સંચાલકની ધરપકડ કરી લેવાઈ છે.. ક્રાઈમ બ્રાંચના દરોડામાં સંચાલક પાસેથી અનેક દસ્તાવેજો મળી આવ્યા છે.. દરોડામાં સંચાલક પાસેથી કેટલીક બોગસ ડિગ્રીઓ પણ મળી છે.. સાથે જ નોટોનું બંડલ, લેપટોપ પણ મળી આવ્યા છે.. અનેક રાજ્યની યુનિવર્સિટીની નકલી ડિગ્રીઓ પણ મળી આવી છે.. આ તમામ મુદ્દામાલ ક્રાઈમ બ્રાંચે કબજે લીધો છે અને સંચાલકની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.