રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચારથી દૂર કેમ છે? ભરતસિંહ સોલંકીએ આપ્યો જવાબ
Gujarat Elections 2022 : ZEE મીડિયાના મંચ પર જામ્યું રાજકીય દંગલ... કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓની હાજરી... ZEE 24 કલાક પર જુઓ દિવસભર ZEE મંચ ગુજરાત...
Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ જામ્યો છે ત્યારે ZEE મીડિયાએ તૈયાર કર્યો છે ગુજરાતનો રાજકીય મંચ. જ્યાં આજે દિવસભર થશે ગુજરાતની રાજનીતિ પર સવાલ-જવાબ. ZEE મીડિયાના મંચ પર આજે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે. તો આજે દિવસભર ઝી 24 કલાક પર જોવાનું ચૂકતા નહીં... ઝી મંચ ગુજરાત... જ્યાં તમારા મુદ્દાની વાત થવાની છે, તમારા હકની વાત થવાની છે અને રાજકીય પક્ષો જનતા માટે શું કરવા માગે છે તેની વાત થવાની છે. ZEE મંચ ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીના ભારત જોડો આંદોલનને લઈને અનેક મુદ્દે ચર્ચા કરી.
ગુજરાતમાં 27 વર્ષ સત્તાથી દૂર રહ્યાં
કોંગ્રેસ આવશે, તેની સાથે ગુજરાતની જનતાના અચ્છે દિન આવશે. અચ્છે દિનનો નારો કોંગ્રેસનો જ હતો. ભાજપને પણ સત્તામાં આવવા સમય લાગ્યો તે અલગ વાત છે. ગુજરાતની જનતા પ્રેમળ અને ડાહી છે કે તેણે ભાજપની તમામ વાતો માની લીધી. ડેમોક્રેસીમાં પર્સન્ટેજ ઓફ વોટ 65 થી 70 ટકા સુધી જાય છે. 30 ટકા વોટ આપતા નથી. આ વોટ ભાજપની વિરુદ્ધના અને અમારી તરફના છે. તેથી અમારો પ્રયાસ વોટ વધારવાનો છે. જે ખામી 2017 માં રહી ગઈ તે અમે પૂરી કરીશું.
2017 માં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું
ભાજપ 132 નો રેકોર્ડ પણ તોડી શકી નથી. આ વખતે ઊલટુ થશે. અમે 125 પર પહોંચી જઈશં, ભાજપ બે ડિજીટમાં રહી જશે. તેનુ કારણ જનતા છે. કોરોના, મોંઘવારી, બેરોજગારી મામલે સમાજનો દરેક વર્ગ આજે ભાજપથી ખુશ નથી.
2017 માં જાદુ કરનાર કેપ્ટનને મેદાનમાં કેમ ન ઉતાર્યા
હાલ રાહુલ ગાંધી બહુ જ મોટા મિશન સાથે ચાલી રહ્યાં છે. મહાત્મા ગાંધીજી આવ્યા ત્યારે સ્વતંત્રતાની ચળવળ ચાલુ હતી. પરંતુ તેમના આગેવાનીમાં તેઓએ જે નેતૃત્વ આપ્યું હિન્દુસ્તાનના દરેક વર્ગ, દરેક જાતિ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ, બંગાળ, કાશ્મીર, હિન્દુ, મુસ્લિમ, ખેડૂત બધા જ જોડાયા, અને બધાએ સાથે મળીને અંગ્રેજોની બહાર ખદેડ્યા. રાહુલ ગાંધીનું મિશન ભારત જોડો નફરત છોડો મિશન, અને આપણા મુદ્દા મોંઘવારી, બેરોજગારી, આવકનુ સોલ્યુશન આખો દેશ એક થઈને કરી શકે છે.
રાહુલ ગાંધીના ચહેરાને ગુજરાતમા ઉતારવાનો ડર છે...
રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે, ભારત જોડો યાત્રાનું કેન્દ્રબિંદુ ગુજરાત જ છે. ગુજરાતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જે વાતો સ્વતંત્રતા સંગ્રામ સમયે ભારત જોડોની જે વાત મૂકી, તે મુદ્દો લઈને આ યાત્રા કરવામાં આવી રહી છે. આ વિચારધારા સાથે આ યાત્રા શરૂ થઈ છે. તમે કહો છો કે કેમ ગુજરાત યાત્રા નથી આવવાની. તો આ યાત્રા કશ્મીરથી કન્યાકુમારી જઈ રહી છે. બંગાળ, આસામ, ઓરિસ્સા, નોર્થ ઈસ્ટ નથી જઈ રહી. પરંતુ કેન્દ્ર બિંદુ ગુજરાત છે. ભારત જોડીને દેશની સમસ્યાઓને સોલ્વ કરીશું.