વલસાડ: જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુના આંકડા વહીવટી તંત્ર દ્વારા આંકડાઓ છુપાવાવામાં આવી રહ્યા હોવાનો અહેવાલ ઝી 24 કલાકની ટીમ દ્રારા દર્શાવવામાં આવ્યા બાદ સફાળે જાગેલા વલસાડ જિલ્લા વહીવટી તંત્રના 2 અલગ અલગ અધિકારીઓએ મૃત્યુ આંકને લઈ કર્યો મોટો ખુલાસો સરકારી યાદીમાં આંકડાઓ અલગ અને જાહેર કરવામાં આવતા આંકડાઓ અલગ હોવાનું સતત જાણવા મળી રહ્યું છે. અધિકારીઓની જાણકારીમાં આવતા કોરોના સંક્રમિત દર્દીઓના મોતના આંકડામાં પણ વિસંગતતા જોવા મળી હતી. વલસાડ મામલતદાર અને આરોગ્ય અધિકારી અલગ અલગ આંકડાઓ દર્શાવી રહ્યા છે. જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા કોરીના સંક્રમીતોના  આંકડા વિશે અને વલસાડ જિલ્લામાં માટે કેટલો ચિંતાજનક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ સિવિલ હોસ્પિટલના કર્મચારી હડતાળ પર, મૃતદેહો લેવા આવેલા સ્વજનો કલાકો સુધી અટવાયા


રાજ્યભરની સાથે વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણની સાથે  કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના ગ્રાફમાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહયો છે, ત્યારે વલસાડ જિલ્લામાં કેટલા કોરોના સંક્રમીતો મૃત્યુ પામી રહયા છે. તે જાણવા માટે અમારી ટિમ દ્રારા વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલ ઉપર બાજ નજર રાખવામાં આવી હતી. ત્યારે અમારી ટિમ સામે ચોકવનારા આંકડાઓ સામે આવ્યા હતા. રોજના વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલમાંથી 10થી વધુ મૃતક લોકોની ડેથ બોડી કોવિડ ગાઈડલાઇસ સાથે અંતિમ વિધિ માટે લઈ જવામાં આવી હતી પરંતુ સાંજે વલસાડ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જાહેર કરવામાં આવતી અખબાર યાદીઓમાં માત્ર જૂજ મૃત્યુ આંક દર્શાવવામાં આવી રહ્યો હતો. 


ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ મોકૂફ, અન્ય ધોરણોને માસ પ્રમોશનની જાહેરાત


જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો વહીવટી તંત્ર દ્રારા ઘણા દિવસો સુધી એક પણ મોત આરોગ્ય વિભાગની અખબાર યાદીઓમાં દર્શવામાં આવી ન હતા. જે બાદ ઝી 24 કલાક દ્રારા આંકડાઓ છુપાવાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વહીવટી તંત્ર દ્વારા નવા સ્મશાનોની વ્યવસ્થા કરવામાં આવતા અમારી ટિમ દ્રારા નવા બનેલા સમશાન ભુમી પર જઈ વલસાડ તાલુકાના મામલતદારને આ વ્યવસ્થા કેમ કરવામાં આવી રહી છે એ વિશે સવાલ કરાતા વલસાડ તાલુકાના માલતદાર મનસુખ વસાવા દ્રારા મોટો ખુલશો કરાયો હતો. જિલ્લા રોજ 10 થી વધુ લોકો ના મોત થતા હોવાના કારણે જિલ્લા ની સ્મશાન ભૂમિ માં લોકો એ વેટિગ ન કરવું પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


અહીં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! કેમ ભાભીના સેથામાં નણંદ પૂરે છે સિંદૂર? જાણો કેમ અહીં બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા


વલસાડ જિલ્લામાં દિવસેને દિવસે કોરોમાં ગ્રાફ વધી રહયો છે. જેને લઈની જિલ્લાનું વહીવટી તંત્ર દ્રારા હોસ્પિટલોમાં વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કોરોનામાં બેડ નહીં ઘટે અને દર્દીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે અન્ય ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં કોવિડ વોર્ડમાં બેડ વધારવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જિલ્લામાં વધતા મૃત્યુ આંકને લઈ વહીવટી તંત્ર પણ ચિંતામાં છે. વલસાડ જિલ્લા ઇન્ચાજ આરોગ્ય અધિકારી મનોજ પટેલે પણ આંગએ ચિંતા કરી હતી. ઝી 24 કલાકની ટિમ સામે આંકડાઓ રજૂ કર્યા હતા. આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લાની કોવિડ સિવિલ હોસ્પિટલમાં 15 -20 દર્દીઓ રોજ મૃત્યુ પામી રહયા છે. જિલ્લામાં કોરોના ગ્રાફ તો વધી રહયો છે. મૃત્યુ આંક વધતા વલસાડ જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ વલસાડ તાલુકા મામલતદાર અને ઇન્ચાજ આરોગ્ય અધિકારી દ્રારા જે રીતે મૃત્યુ ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે એ ક્યાં ને ક્યાં જિલ્લા માટે મોટો પ્રશ્ન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube