Ahmedabad News : વરસાદની સિઝનમાં લોકો ઘરની બહાર જવાનું ટાળે છે. પરંતુ આજકાલ દરેક વસ્તુ ઓનલાઈન ઓર્ડરથી ઘરે મંગાવી શકાય છે. આવામાં ડિલીવરી બોય બહુ મોટો રોલ નિભાવે છે. જરૂરિયાત અને મજબૂરી એ માનવ જીવનની તે બે સ્થિતિ છે, જેના માટે વ્યક્તિ કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. ફૂડ ડિલિવરી બોયનો આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમદાવાદમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ હોવા છતાં તે પોતાનું કામ પૂરું કરે છે. કમર સુધી પાણી હોવા છતાં, Zomato ડિલિવરી બોય ગ્રાહકને ગરમાગરમ ફૂડ લોકોના ઘર સુધી પહોંચાડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સે કંપની પાસેથી આ ડિલીવરી બોય માટે સ્પેશિયલ ગિફ્ટની પણ માંગ કરી હતી. આ પોસ્ટ પર, Zomato કંપનીએ તેના ડિલિવરી ભાગીદારોના અસાધારણ કાર્યની પણ પ્રશંસા કરી છે અને તેમને ઓળખવા માટે વપરાશકર્તા પાસેથી ઓર્ડરની વિગતો પણ માંગી છે.


 


અમદાવાદમાં એકલી રહેતી દીકરીઓ સાવધાન! અડધી રાતે યુવતી સાથે Zomato ડિલીવરી બોયની ગંદી


તે ખરેખર સુપરહીરો છે...
Zomato કંપનીએ પણ આ પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું – Hi Vikunj! અમારા ડિલિવરી ભાગીદારોના અસાધારણ પ્રયાસોને પ્રકાશિત કરવા બદલ આભાર! તેણે ખરેખર ખરાબ હવામાનનો સામનો કર્યો અને સુપરહીરોની જેમ આગળ વધ્યો.


 


30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારને વડોદરાનો વિકાસ ન દેખાયો! શહેરને પૂરથી 1500 કરોડનું નુકસાન