અમદાવાદમાં એકલી રહેતી દીકરીઓ સાવધાન! અડધી રાતે યુવતી સાથે Zomato ડિલીવરી બોયની ગંદી હરકત!

Zomato Delivery Agent : અમદાવાદમા ઝોમાટો ડિલીવરી એજન્ટે એક મહિલાને ઓર્ડર આપતા સમયે પ્રાઈવેટ પાર્ટ બતાવ્યો, બાદમાં ઝોમાટોએ તેને કાઢી મૂક્યો, તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કર્યું

અમદાવાદમાં એકલી રહેતી દીકરીઓ સાવધાન! અડધી રાતે યુવતી સાથે Zomato ડિલીવરી બોયની ગંદી હરકત!

Ahmedabad News : કોલકાત્તા મહિલા ઈન્ટર્ન તબીબની હત્યાની ઘટનાથી હજી કળ વળી નથી, ત્યાં અમદાવાદમાં મહિલાઓની સલામતી પર પ્રશ્ન ઉઠાવતો કિસ્સો બન્યો છે. જો તમે ઘરમાં એકલા છો, અને મોડી રાતે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો ચેતી જજો, તમારી સાથે પણ આવુ થઈ શકે છે. અમદાવાદની એક યુવતીને Zomato ડિલીવરી બોયનો કડવો અનુભવ થયો. અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે એક યુવતીને Zomato ડિલીવરી બોય દ્વારા યૌન ઉત્પીડનનો કિસ્સો સામે આવ્યો છે. એક્સ પર પોસ્ટમાં મહિલાએ કહ્યું કે, આ ઘટના ત્યારે બની હતી, ત્યારે અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો, અને મંગળવારે મોડી રાતે તેણે કોફી ઓર્ડર કરી હતી. જોકે, ડિલીવરીમાં મોડું થતા, તેણે ડિલીવરી બોયની પરિસ્થિતિને સમજી હતી, મોડા આવવા પર કોઈ વાંધો ઉપાડ્યો ન હતો. પણ, તેણે જે કહ્યું તે સાંભળીને તમે હચમચી જશો.

ડિલીવરી એજન્ટની હરકત
યુવતીએ કહ્યું કે, શ્વેતંગ જોશી નામના ડિલીવરી એજન્ટે વારંવાર પોતાના પગ તરફ ઈશારા કર્યા અને ઈજાનો ઉલ્લેખ મહિલા સામે કર્યો. મહિલાએ આરોપ લગાવ્યો કે, બાદમાં તેણે ડ્રાઈવનરા પગ પર પોતાની ટોર્ચ મારી અને પોતાનો પ્રાઈવેટ પાર્ટ બતાવી રહ્યો હતો. તે હસી રહ્યો હતો અને મને મજાકિયા અંદાજમાં કહી રહ્યો હતો કે, મેડમ કૃપા કરીને દદ કરો. આ બાદ તેણે Zomato કંપનીને આ વિશે જાણ કરી હતી. 

મહિલાએ કહ્યું કે, ઝોમાટોએ કહ્યું કે તેઓ બંને બાજુથી પરિસ્થિતિ સાંભળશે, એટલે કે હું અને ડિલિવરી પાર્ટનર. હું ઇચ્છું છું કે તરત જ પગલાં લેવામાં આવે. પરંતુ એક મહિલા હોવાને કારણે 'આગળની સૂચના સુધી રાહ જોવાનું' કહેવામાં આવે તે ઘૃણાજનક અને અમાન્ય છે. મને Zomato તરફથી આ અંગે કોઈ કોલ બેક મળ્યો નથી, જેના કારણે મને લાગે છે કે કટોકટીની સ્થિતિમાં ખોરાકનો ઓર્ડર આપવો પણ કેટલો અસુરક્ષિત છે. તમને અને સુરક્ષિત રીતે પહોંચાડવાની તમારી 'નૈતિકતા' પર શરમ આવે છે.

Zomato એ લીધું મોટુ એક્શન
મહિલાએ જણાવ્યું કે, તેણે આ બાબતની જાણ Zomato કંપનીને કરી હતી. હું તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગતી હતી. પરંતુ મને આગળની સૂચના સુધી રાહ જોવાનું કહેવાયું હતું. બાદમાં ઝોમાટોએ મને જાણ કરી કે, તેમણે ડિલીવરી બોયને નોકરીમાંથી કાઢી મૂક્યો છે, તેમજ તેનું લાયન્સ પણ સસ્પેન્ડ કરી દીધું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news