ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના એક ઘરમાં બેઠા બેઠા અમેરિકાના નાગરિકોને છેતરતો શખ્સ અમદાવાદ શહેરની ઝોન 6 એલસીબીએ પકડી પાડ્યો છે. પોલીસે 31 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈયારીઓ શરૂ કરી દેજો! પહેલીવાર ગુજરાતમાં વહેલી લેવાશે બોર્ડની પરીક્ષા, જાણો તારીખ 


પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજા છે. અમદાવાદ શહેર પોલીસ ની ઝોન 6 એલસીબીએ મણીનગરની ખોજા સોસાયટીના ઘર નંબર 18 માં થી બોગસ કોલ સેન્ટર ના કેસ માં ધરપકડ કરી છે. આરોપી સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજા પોતાના ઘરમાં જ બોગસ કોલ સેન્ટર છેલ્લા એક માસથી શરુ કર્યું હતું. જેમાં અમેરિકન નાગરિકોની લીડ મેળવીને ઇન્ટરનેટના માધ્યમથી કોલ કરીને લોન આપવાની લાલચ આપીને અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવી લેતો હતો જે અંગે ની બાતમી ઝોન 6 એલસીબીની ટીમ ને મળતા રેડ કરવામાં આવી અને બોગસ કોલ સેન્ટર મળી આવતા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.


છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો! કચ્છમાં તો ફ્રિજ તણાયું, આ 22 તાલુકા


પોલીસે રેડ દરમિયાન બોગસ કોલ સેન્ટર માં ઉપયોગમાં લેવાઈ સાધન સામગ્રી મળી આવી હતી જેમાં પોલીસે અમેરિકન નાગરિકો પાસેથી પડાવેલ પૈકીના ભારતીય ચલણ મુજબ 31 લાખ રોકડ, 2 લેપટોપ, 3 મોબાઈલ, એક હાર્ડ ડિસ્ક, એક usb કન્વટર, હાર્ડ ડિસ્કમાંથી અમેરિક નાગરિકના નામ અને ફોન નંબર સહીત 32 લાખ 49 હજારનો મુદામાલ કબ્જે કરી તપાસ શરુ કરી છે. 


ગુજરાત સરકારે સુરતીઓની દિવાળી સુધારી! આ પોલિસી જાહેર કરી હજારો નોકરીઓના દ્વાર ખોલ્યા


પોલીસ ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કોલસેન્ટરનું સંચાલન મૂળ મુંબઈથી થતું હતું અને આ આરોપી સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજા સાથે અન્ય બે આરોપીઓ પણ સંડોવાયેલ છે. જેમાં એક છે સિદ્ધાર્થ દિપક નરસીદાણી. જે હવાલાના નાણા લેવા અને આપવાનું કામ કરતો હતો અને બોજો આરોપી તુષાર છે, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. જે મુંબઈમાં બેઠા બેઠા આ જ પ્રકારનું કોલસેન્ટર ચલાવતો હતો. પોલીસે હાલ સલમાન સલીમ જીવાણી ઉર્ફે રાજાની ધરપકડ કરીને ફરાર સિદ્ધાર્થ દિપક નરસીદાણી અને તુષાર ની શોધખોળ શરુ કરી છે. 


જતાં જતાં છોતરા કાઢશે વરસાદ! જાણો ગુજરાત પર શુ થવાની મોટી અસર? અંબાલાલની ભયાનક આગાહી