દેશની બીજી COVID-19 Vaccine પણ તૈયાર, ઝાયડસ કેડિલાને મળી હ્યુમન ટ્રાયલની મંજૂરી
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ COVID-19 ના વેક્સીન ફેઝ 1 અને ફેઝ 2 ના માનવ પરીક્ષણને શરૂ કરવા અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાને પરમિશન આપી દીધી છે. આ પરમિશન મેળવનાર ઝાયડસ કેડિલા દેશની બીજી કંપની છે. આ પહેલા હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેક કંપનીને આ પરમિશન આપવામાં આવી છે. દુનિયાભરના ડ્રગ નિર્માતા કોરોના વાયરસની વિરુદ્ધ એક વેક્સીન તૈયાર કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ કંપનીને આ મામલે સફળતા મળી નથી.
ઝી મીડિયા/બ્યૂરો :ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ COVID-19 ના વેક્સીન ફેઝ 1 અને ફેઝ 2 ના માનવ પરીક્ષણને શરૂ કરવા અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાને પરમિશન આપી દીધી છે. આ પરમિશન મેળવનાર ઝાયડસ કેડિલા દેશની બીજી કંપની છે. આ પહેલા હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેક કંપનીને આ પરમિશન આપવામાં આવી છે. દુનિયાભરના ડ્રગ નિર્માતા કોરોના વાયરસની વિરુદ્ધ એક વેક્સીન તૈયાર કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ કંપનીને આ મામલે સફળતા મળી નથી.
જેણે પણ આ વાત સાંભળી તેના હોંશ ઉડ્યા કે, કર્મચારીએ 12 વર્ષ સુધી બિયરના ટેન્કમાં પેશાબ કર્યું....
સૂત્રો દ્વારા માહિતી મળી કે, દેશમાં તેજીથી વધી રહેલ COVID-19 ની મહામારાને જોતા એક્સપર્ટસ સમિતિની અનુમતિ બાદ આ એપ્રુવલની પ્રોસેસને ફાસ્ટ કરવામાં આવી હતી. ઝાયડસ કેડિલાનો દાવો છે કે, તેની આ વેક્સીન પ્રાણીઓ પર કરવામાં આવેલ ટ્રાયલ પર કારગર સાબિત થઈ છે. ઝાયડસ કેડિલાએ પ્રાણીઓ પર કરવામાં આવેલ પરીક્ષણોનો રિપોર્ટ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને સોંપ્ય હતો. જેના પર રિસર્ચ બાદ ડીજીજીઆઈના ડો. વીજી સોમાની (Dr VG Somani) એ કોરોનાની વેક્સીનના માનવ પરીક્ષણના પ્રથમ અને બીજા ફેઝ માટે મંજૂરી આપી દીધી છે.
અન્ય રાજ્યોમાં પરીક્ષા લેવાઈ રહી છે તો ગુજરાતમાં કેમ નહીં? રેસિડન્ટ્સ તબીબોએ કરી પરીક્ષાની માંગ
પીટીઆઈ અનુસાર, કંપની (Zydus Cadila Healthcare Ltd) જલ્દી જ માણસો પર વેક્સીનના ટ્રાયલ માટે ઈન્રોલમેન્ટ શરૂ કરશે. સૂત્રોએ જણાવ્યું કે, પહેલા અને બીજા ચરણના ટ્રાયલના લગભગ ત્રણ મહિનામાં પૂરા કરી લેવાશે. હાલમાં જ ભારતની ટોચની ભારત બાયોટેક કંપનીએ જાહેરાત કરી હતી કે, તેણે કોરોનાની પ્રભાવી વેક્સીન કોવાક્સિન (COVAXIN) બનાવી લીધી છે. ભારત બાયોટેકના માનવ પરીક્ષણના પહેલા અને બીજા ચરણના માનવીય ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર