Vitamin D: અત્યારના સમયમાં શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય તે વાત સામાન્ય થતી જાય છે. સતત ઘરમાં રહેવાના કારણે બાળકોમાં પણ આ પોષક તત્વો ઓછું હોય છે. વિટામિન ડી ઓછું હોય તો શારીરિક અને માનસિક વિકાસ નબળો પડી જાય છે. વિટામીન ડી ની ઉણપ હોય તો બાળકોની હાઈટ પણ વધતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિટામિન ડી પૂરતા પ્રમાણમાં હોય તેના માટે સૂર્યનો તડકો લેવો જરૂરી છે. સૂર્યના તડકાથી શરીરને વિટામિન ડી મળે છે. પરંતુ ગરમીના દિવસોમાં તડકામાં પાંચ મિનિટ બેસવું પણ મુશ્કેલ કામ છે. જો તમારે તડકામાં રહ્યા વિના શરીરમાં વિટામિન ડી વધારવું હોય તો તેના બે દેશી ઈલાજ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે. આ બે વસ્તુઓનો ઉપયોગ કરશો તો હાડકા મજબૂત થશે અને બાળકોની હાઈટ પણ વધશે. 


આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ મીઠા ફળ, ગળ્યું ખાવાની ક્રેવિંગને કરે છે કંટ્રોલ


સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર શરીરમાં વિટામીન ડીની ઉણપ દૂર કરવી હોય તો વાંસનો મુરબ્બો ખાવો જોઈએ. વાંસ એવું દેશી ફૂડ છે જે વિટામિન ડીની ખામીને ઝડપથી દૂર કરે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે નજરને પણ તેજ કરે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર વિટામિન ડી ની ખામી દૂર કરવી હોય તો મશરૂમ પણ ખાઈ શકાય છે. 


આ પણ વાંચો: Health Tips: કાળઝાળ ગરમી અને લૂથી બચવું હોય તો આ 5 વાતનું રાખો ધ્યાન


મશરૂમ એક લો કેલરી ફૂડ છે જે પ્રોટીન ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેનાથી શરીરને વિટામિન ડી પણ મળે છે. તેના કારણે હૃદય મગજ અને આંખની હેલ્થ સુધરે છે. મશરૂમનો ઉપયોગ શાક તરીકે પણ કરી શકાય છે. જોકે ઉપયોગમાં લેતા પહેલા અડધી કલાક સુધી મશરૂમને તડકામાં રાખી દેવા. ત્યાર પછી તેનો ઉપયોગ કરવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube