Fruits For Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ મીઠા ફળ, ગળ્યું ખાવાની ક્રેવિંગને કરે છે કંટ્રોલ
Fruits For Diabetes: જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે ફળ ખાવામાં પણ ધ્યાન રાખવું પડે છે. કેટલાક ફળ એવા હોય છે જે શુગર લેવલને ઝડપથી વધારે છે. ડાયાબિટીસ હોય તેમણે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ફ્રુટનું સેવન કરવું જોઈએ. આજે તમને આવા જ કેટલાક લો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ વાળા ફળ વિશે જણાવીએ જે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરતા નથી. આ મીઠા ફળ ગળ્યું ખાવાની ક્રેવિંગ પણ કંટ્રોલ કરે છે.
સફરજન
ડેઇલી ડાયેટમાં સફરજનનો સમાવેશ પણ કરવો જોઈએ. સફરજનમાં સોલ્યુબલ ફાયબર હોય છે. તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. સફરજનને હંમેશા છાલ સાથે ખાવું જોઈએ.
સંતરા
સંતરા પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. સંતરા વિટામીન સી અને ફાઇબરનો સારો સોર્સ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. સંતરા સવારે નાસ્તામાં ખાવા સૌથી વધુ ફાયદાકારક છે.
નાસપાતી
નાસપાતી ફળ પણ હેલ્ધી છે. ડાયાબિટીસના રોગીઓને આ ફળ ફાયદો કરે છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ રહે છે અને પાચનતંત્ર પણ સુધરે છે. ડાયજેશન પણ સારું રહે છે.
દ્રાક્ષ
ટેસ્ટી અને જ્યુસી દ્રાક્ષ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળું ફળ છે. દ્રાક્ષમાં એવા તત્વો હોય છે જે ઇન્સ્યુલિન સેન્સિટીવીટીને બેલેન્સ કરે છે. ગળ્યું ખાવાની ક્રેવિંગને પણ દ્રાક્ષ કંટ્રોલ કરે છે.
Trending Photos