Diabetes ની સમસ્યાને દુર કરશે આ 2 ઘરગથ્થુ નુસખા, પહેલીવારથી જ દેખાવા લાગશે અસર
Diabetes Home Remedies: તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ તમે બ્લડ સુગરને કંટ્રોલ કરી શકો છો. રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે કે ઘરેલુ નુસખા થી ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે છે.
Diabetes Home Remedies: ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગર કંટ્રોલ કરવું એક મોટો પડકાર બની જાય છે. વ્યક્તિ કોઈ પણ વસ્તુ ખાતા-પીતા પહેલા વિચારે છે કે બ્લડ સુગરને કેવી રીતે કંટ્રોલ કરવું. અથવા તો આ વસ્તુ ખાવાથી બ્લડ શુગર વધી તો નહીં જાય ? જ્યારે બ્લડ શુગર સતત હાઈ રહે છે ત્યારે તેને કંટ્રોલ કરવા માટે ડોક્ટર ઇન્સ્યુલિન અથવા તો દવા આપે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ તમે બ્લડ સુગરને કંટ્રોલ કરી શકો છો. રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે કે ઘરેલુ નુસખા થી ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે છે.
આ પણ વાંચો:
સવારે ખાલી પેટ ન ખાવી આ 3 વસ્તુઓ, ખાશો તો શરીર બની જશે બીમારીઓનું ઘર
આ સ્વાદિષ્ટ વસ્તુ તમને બચાવશે Stressથી, રોજ એક વાટકી ખાશો તો મૂડ રહેશે ફ્રેશ
નાસ્તામાં ચા સાથે ક્યારેય ન ખાવા પરોઠા, જાણો શા માટે છે આ સૌથી Bad Food Combination
એક રિસર્ચ અનુસાર ડુંગળીનો અર્ક બ્લડ સુગરને 50% સુધી ઓછું કરી શકે છે. શોધકર્તા એ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તેને સૌથી સારો અને સસ્તો રસ્તો કહ્યો છે. નિષ્ણાતોનું જણાવવું છે કે જો રોજ બે ડુંગળીનો અર્ક પીવામાં આવે તો બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં ડુંગળીનો રસ વજનને પણ કંટ્રોલ કરે છે.
ડુંગળી ઉપરાંત પણ રસોડામાં ઉપલબ્ધ એક વસ્તુ છે જેનું સેવન કરવાથી શરીરની ઇન્સ્યુલિન સેન્સટિવિટી સુધરે છે. આ વસ્તુ છે તજ. તજનું સેવન કરવાથી પણ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ તજ કોલેસ્ટ્રોલ માટે પણ રામબાણ ઈલાજ છે. જો તમે થોડો તજનો પાવડર પાણી સાથે નિયમિત પીવાનું રાખો છો તો થોડા જ દિવસમાં તમને અસર દેખાવાની શરૂ થઈ જશે. જોકે તજનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ વધારે તજ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. રોજ એક ચપટી તજ ખાવાથી પણ ફાયદો થાય છે.