નાસ્તામાં ચા સાથે ક્યારેય ન ખાવા પરોઠા, જાણો શા માટે છે આ સૌથી Bad Food Combination
Bad Food Combination: શું તમે જાણો છો કે ચા સાથે પરોઠા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ? ચા અને પરોઠા એક અનહેલધી ફૂડ કોમ્બિનેશન છે. નાસ્તામાં આ બે વસ્તુ એક સાથે લેવાથી ગેસ, એસીડીટી સહિતની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
Trending Photos
Bad Food Combination: મોટા ભાગના ઘરમાં સવારની શરૂઆત ગરમા ગરમ ચા અને નાસ્તામાં પરોઠા સાથે થાય છે. સામાન્ય રીતે લોકો અઠવાડિયામાં બે થી ત્રણ વખત નાસ્તામાં ચા સાથે પરોઠા ખાતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા સાથે પરોઠા ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ? ચા અને પરોઠા એક અનહેલધી ફૂડ કોમ્બિનેશન છે. નાસ્તામાં આ બે વસ્તુ એક સાથે લેવાથી ગેસ, એસીડીટી સહિતની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે શા માટે ચા પરોઠા સવારે ખાવા નહીં.
આ પણ વાંચો:
એસીડીટી
તમે કોઈપણ હેવી વસ્તુ સાથે ચાલુ સેવન કરો છો જેમ કે પરોઠા સાથે તો પેટમાં એસિડ રિફ્લેક્શન ઝડપથી થાય છે તેના કારણે એસીડીટી ની તકલીફ વધી જાય છે. જો તમે સવારે ચા કે કોફી સાથે પરોઠા ખાવ છો તો તમારા પેટમાં એસિડનું બેલેન્સ ખરાબ થાય છે.
રક્તની ઉણપ
એક રિસર્ચ અનુસાર ચામાં એવા રસાયણ હોય છે જે પેટમાં આયરન કોમ્પ્લેક્સના નિર્માણને ઉત્તેજિત કરે છે. તેના કારણે શરીરમાં આયરનનું અવશોષણ બાદિત થાય છે. આ જ કારણ છે કે પરોઠા સાથે ચા નું સેવન કરવું નહીં ખાસ કરીને એવા લોકોએ જેના શરીરમાં રક્તની ઉણપ હોય અથવા તો એનીમિયા હોય.
શરીરમાં પોષક તત્વોનો અભાવ
જો તમે પરોઠા અને ચાનું એક સાથે સેવન કરો છો તો તમારા શરીરમાં પ્રોટીનના અવશોષણ માં બાધા ઉત્પન્ન થાય છે. ચા માટેની નામનું રસાયણ હોય છે જે પ્રોટીન સાથે મળીને શરીરમાં એન્ટી ન્યુટ્રીયંટ્સ તરીકે કામ કરે છે. એક રિસર્ચ અનુસાર ટ્રેનિંગ પ્રોટીન પાચનને 38% સુધી ધીમું કરી નાખે છે. જેના કારણે શરીરના પોષક તત્વો નો ઉપયોગ થઈ શકતો નથી.
કેવી રીતે કરવું ચાનું સેવન
જો પરોઠા કે કોઈ હેવી વસ્તુ નાસ્તામાં ખાધી હોય તો તે ખાધા પછી ઓછામાં ઓછા 45 મિનિટ પછી ચા પીવી. બપોરે પણ જમ્યા ના ઓછામાં ઓછા એક કલાક પછી સાંજના નાસ્તા સાથે ચા પીવી બેસ્ટ ગણાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે