Get Rid Of Uric Acid: શરીરમાં યૂરિક એસિડનું પ્રમાણ વધી જાય તો તેનાથી સંધિવા થઈ જાય છે. યૂરિક એસિડ વધી જવાથી આર્થરાઈટીસ થાય છે જેમાં સાંધામાં તીવ્ર દુખાવો થાય છે. જેમ જેમ યૂરિક એસિડનું પ્રમાણ વધે છે તેમ તેમ સાંધાનો દુખાવો પણ વધી જાય છે. આ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે લોકો સારવાર કરાવે છે અને દવાઓ પણ ખાય છે. પરંતુ આવી દવાઓ વારંવાર ખાવાથી આડઅસરો પણ થાય છે. પરંતુ જો તમે સાંધાના દુખાવાને દુર કરવા માટે આયુર્વેદિક દવાઓ લેવામાં આવે તો આડઅસર વિના સાંધાના દુખાવાને દુર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંધિવાના દુખાવા દુર કરવાની આયુર્વેદિક જડીબુટ્ટી


આ પણ વાંચો:


Monsoon Diet: ચોમાસામાં આ 4 વસ્તુઓ ખાવાનું ટાળજો, નહીં તો વધી જશે હોસ્પિટલના ધક્કા


આંખ આવી હોય ત્યારે ન કરવું આ કામ, કરશો તો થઈ જશો આંધળા, તુરંત કરો ડોક્ટરનો સંપર્ક


Jackfruit Seeds: જીવ માટે જોખમી એવી આ 5 ગંભીર બીમારીઓને જળમૂળથી દુર કરે છે આ બીજ


ત્રિફળા


ત્રિફળાનું સેવન કરવાથી સંધિવાના દુખાવામાં રાહત મળે છે. ત્રિફળા ત્રણ પ્રકારના ફળ બહેડા, આમળા અને હરડેથી બનેલું હોય છે. આયુર્વેદ અનુસાર આ ત્રણેય દવાઓ શરીરના ત્રણેય દોષોને દૂર કરે છે. ત્રિફળા સાંધાના દુખાવાને મટાડે છે.


ગિલોય


ગિલોયમાં પણ એવા ગુણ હોય છે જે શરીરમાંથી યુરિક એસિડનું પ્રમાણ ઓછું કરે છે. ગિલોયનો રસ સાંધાના દુખાવાને મટાડે છે. 


લીમડા


લીમડાનો સામાન્ય રીતે ચામડીના રોગોમાં થાય છે. પરંતુ આયુર્વેદમાં સંધિવાના દુખાવાની સારવાર પણ લીમડાથી કરવામાં આવે છે. તેના માટે લીમડાની પેસ્ટ બનાવી સાંધા પર લગાવવામાં આવે છે. તેનાથી સોજો અને દુખાવો દુર થાય છે. 


  
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)