Monsoon Diet: ચોમાસામાં આ 4 વસ્તુઓ ખાવાનું ટાળજો, નહીં તો વધી જશે હોસ્પિટલના ધક્કા

Monsoon Diet: ચોમાસામાં વાતાવરણ આહલાદક થઈ જાય છે. પરંતુ વરસાદ તેની સાથે અનેક રોગ પણ લાવે છે. ગરમીથી ઠંડક આપતા આ સમય દરમિયાન આપણે આપણા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને ખાણીપીણીની વસ્તુઓની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે. કારણ કે આ સમય દરમિયાન આહારમાં બેદરકારી રાખવામાં આવે તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. 

Monsoon Diet: ચોમાસામાં આ 4 વસ્તુઓ ખાવાનું ટાળજો, નહીં તો વધી જશે હોસ્પિટલના ધક્કા

Monsoon Diet: વરસાદની ઋતુ અનેક લોકોની પ્રિય ઋતુ હોય છે. બળબળતા તાપ પછી જ્યારે વરસાદી વાતાવરણ સર્જાય છે તો હાશકારો અનુભવાય છે. વરસાદમાં પ્રકૃતિ પણ સોળેકળાએ ખીલે છે. ચોમાસામાં વાતાવરણ આહલાદક થઈ જાય છે. પરંતુ વરસાદ તેની સાથે અનેક રોગ પણ લાવે છે. ગરમીથી ઠંડક આપતા આ સમય દરમિયાન આપણે આપણા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને ખાણીપીણીની વસ્તુઓની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે. કારણ કે આ સમય દરમિયાન આહારમાં બેદરકારી રાખવામાં આવે તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. 

વરસાદી વાતાવરણમાં આ વસ્તુઓ ખાવાનું ટાળો

આ પણ વાંચો:

મીઠો લીમડો ચાવીની ખાવાથી શરીરને થાય છે આ 5 જબરદસ્ત ફાયદા, જાણીને ખાવાની કરો શરુઆત
 
1. નોન વેજ  
ચોમાસા દરમિયાન શ્રાવણ માસ આવે છે. ધર્મ શાસ્ત્રો અનુસાર આ મહિનામાં માંસાહાર કરવાની મનાઈ હોય છે. જો કે માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી નહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ચોમાસામાં નોનવેજ ખાવાનું ટાળવું જરૂરી છે. કારણ છે વરસાદની ઋતુમાં સીધો સૂર્યપ્રકાશ ન મળતો હોવાથી નોન વેજમાં ઝડપથી સડો થાય છે અને જીવજંતુ પડે છે. 
 
2. લીલા પાંદડાવાળા શાકભાજી
ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. પોષકતત્વોનો ખજાનો ગણાતી આ વસ્તુઓમાં વરસાદની મોસમમાં ભેજ વધી જાય છે જે બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. આવી સ્થિતિમાં લીલા પાનવાળા શાકભાજી ખાવાથી બેક્ટેરિયા શરીરમાં પણ પ્રવેશ કરી જાય છે.

આ પણ વાંચો:

3. દહીં
દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે પાચનને સ્વસ્થ રાખે છે. પરંતુ વરસાદની ઋતુમાં દહીં ન ખાવું જોઈએ કારણ કે તે ઠંડો આહાર છે અને તેનાથી શરદી અને ગળામાં દુખાવો થઈ શકે છે.

4. દૂધ
વરસાદની ઋતુમાં જીવજંતુઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગે છે. જેના કારણે દૂધ આપનાર પશુઓ પણ બીમાર પડે છે તેથી આ પશુઓનું દૂધ પીવાથી બીમાર થવાનો ભય વધી જાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news