Diabetes: ડાયાબિટીસ એવી સમસ્યા છે જેનાથી દુનિયાભરમાં કરોડો લોકો ગ્રસીત છે. આ બીમારી થાય તો શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન યોગ્ય રીતે થતું નથી જેના કારણે રક્તમાં સુગર વધેલું રહે છે. આ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહાર અને લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરવો જરૂરી થઈ જાય છે. જો આવું ન કરવામાં આવે તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓ એવી વસ્તુઓની સતત શોધમાં હોય છે જે તેમના બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે. આવી ત્રણ વસ્તુ દરેક વ્યક્તિના ઘરના રસોડામાં જ ઉપલબ્ધ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Garlic Peel: કચરો ન સમજો લસણના ફોતરાંને, આ બીમારીની છે દવા, જાણો કઈ રીતે કરવો ઉપયોગ


રસોડામાં રહેલી વરીયાળી, અજમા અને જીરું ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. આ મસાલાનું નિયમિત રીતે સેવન કરવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે. વરીયાળીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબર સુગરના અવશોષણને ધીમું કરે છે. અજમામાં રહેલું ફાઇબર અને એન્ટી ઓક્સીડન્ટ બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જ્યારે જીરું ટાઈપ ટુ ડાયાબિટીસ ના જોખમને ઘટાડે છે.


આ પણ વાંચો: વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા સુધીના આ 7 ફાયદા કરે છે દૂધીનું જ્યુસ


આ અંગે થયેલા એક અધ્યયનમાં સામે આવ્યું છે કે વરિયાળી, અજમા અને જીરાના નિયમિત સેવનથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સંશોધનમાં એ પણ સામે આવ્યું કે આ મસાલાના સેવનથી ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દીઓમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો જોવા મળે છે.


આ પણ વાંચો:શિયાળામાં ખૂબ જ ફાયદો કરે છે ખજૂર, રોજ 2 ખજૂર ખાવાથી આટલી બીમારીઓ થશે દૂર


સંશોધન કર્તાઓનું પણ કહેવું છે કે વરિયાળી, અજમા અને જીરું ડાયાબિટીસના દર્દીઓ માટે એક પ્રાકૃતિક ઉપચાર સાબિત થઈ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ મસાલાના સેવનથી ડાયાબિટીસના દર્દીઓની દવાની માત્રા ઘટાડી શકાય છે અથવા તો કેટલાક કેસમાં દર્દીને દવાથી સંપૂર્ણ રીતે છુટકારો મળી શકે છે.


કેવી રીતે કરવું આ મસાલાનું સેવન


આ પણ વાંચો: Cashews Benefits: દૂધમાં પલાળી કાજૂનું કરો સેવન, હાડકાં થશે લોખંડ જેવા મજબૂત


વરીયાળી અજમા અને જીરાનું સેવન અલગ અલગ રીતે કરી શકાય છે. આ મસાલાને ભોજનમાં ચા સાથે કે મુખવાસ તરીકે પણ ખાઈ શકાય છે. જો તમે ઈચ્છો તો તેને પાણી સાથે પણ લઈ શકો છો. આ ઉપરાંત તમે તેનો પાવડર બનાવીને પણ રાખી શકો છો. તેના માટે વરીયાળી, અજમા અને જીરાને સમાન માત્રામાં લેવા અને તેનો પાવડર બનાવી સ્ટોર કરી લેવો. નિયમિત રીતે આ પાવડરની એક ચમચી હુંફાળા પાણી સાથે જમ્યા પછી લઈ લેવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)