Garlic Peel: કચરો ન સમજો લસણના ફોતરાંને, આ 3 બીમારીની છે દવા, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

Garlic Peel: 90% લોકો લસણના ફોતરાને બેકાર સમજીને તેને ફેંકી જ દેતા હોય છે પરંતુ આજ પછી તમે આવું નહીં કરો. કારણ કે આજે તમને લસણના ફોતરાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ. સાથે જ જણાવીએ કે તમે લસણના ફોતરાનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો. 

Garlic Peel: કચરો ન સમજો લસણના ફોતરાંને, આ 3 બીમારીની છે દવા, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

Garlic Peel: લસણ એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં હોય છે. લસણનો ઉપયોગ કરવાથી વાનગીનો સ્વાદ વધી જાય છે. લસણ ખાવાથી સ્વાસ્થ્યને પણ ફાયદા થાય છે અને તમે તેના ફાયદા વિશે જાણવું પણ હશે. પરંતુ શું તમે લસણના ફોતરાના ફાયદા વિશે જાણો છો? 90% લોકો લસણના ફોતરાને બેકાર સમજીને તેને ફેંકી જ દેતા હોય છે પરંતુ આજ પછી તમે આવું નહીં કરો. કારણ કે આજે તમને લસણના ફોતરાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ. સાથે જ જણાવીએ કે તમે લસણના ફોતરાનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો. 

લસણના ફોતરાથી થતા ફાયદા

લસણના ફોતરામાં પણ એન્ટી ફંગલ, એન્ટી બેકટેરિયલ અને એન્ટિ વાયરલ ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લસણની જેમ તેનો ઉપયોગ પણ તમે શાક કે સૂપમાં કરી શકો છો. જરૂરી છે કે તમે ઉપયોગ પહેલા તેને સારી રીતે પકાવો જેથી ભોજનની ન્યુટ્રિશનલ વેલ્યુ વધી જાય. 

અસ્થમા

જે લોકોને અસ્થમાની સમસ્યા હોય તેઓ લસણના ફોતરાનો ઉપયોગ કરી શકે છે. તેના માટે લસણના ફોતરાને સારી રીતે પીસી તેનો પાવડર બનાવી લો અને પછી મધમાં ઉમેરીને તેનું સેવન કરો. સવારે અને સાંજે લસણના ફોતરાં મધ સાથે લેવાથી અસ્થમાથી રાહત મળશે.

સ્કીન માટે ફાયદાકારક

તેમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. તેનાથી ત્વચામાં આવતી ખંજવાળની સમસ્યા દૂર થઈ શકે છે. તેના માટે લસણના ફોતરાંને પાણીમાં ઉકાળીને આ પાણી ત્વચા પર લગાડો તેનાથી ખીલ તેમજ ત્વચાની અન્ય સમસ્યાઓ દૂર થઈ જશે.

સોજો દૂર કરવા

લસણની છાલને સોજો દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જો તમને પગમાં વારંવાર સોજા આવતા હોય તો લસણના ફોતરાને પાણીમાં ઉકાળીને આ પાણીમાં પગ ડુબાડી રાખો. થોડી જ મિનિટોમાં તમને સોજાથી મુક્તિ મળી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news