Period Pain: માસિક ધર્મ સમયે થતો દુખાવો અસહનીય હોય છે. માસિક ધર્મ દરમિયાન મહિલાઓને શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરવો પડે છે. માસિક ધર્મ દરમિયાન મૂડ સ્વિંગ, ચીડિયાપણું, પગમાં દુખાવો, કમરનો દુખાવો અને પેડુનો દુખાવો સૌથી વધુ સતાવે છે. આ સ્થિતિમાં મહિલાઓ અસ્વસ્થ થઈ જતી હોય છે. કેટલીક મહિલાઓને આ પીડા એટલી વધારે રહેતી હોય છે કે તેઓ માસિક ધર્મના સમયે પેઈનકિલર પણ લેતી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વર્ષો પછી સર્જાશે શનિ અમાસ પર આવો સંયોગ, જાણો કઈ રાશિના લોકોનો થશે બેડોપાર


Mangal Gochar 2023: 1 જુલાઈ સુધીમાં આ રાશિઓને મળશે અઢળક ધન, પરિવારમાં છવાશે ખુશીઓ


Tulsi Upay: આજે કરી લો તુલસીનો આ ઉપાય, જીવનમાં ક્યારેય નહીં થાય પૈસાની તંગી


જો કે દર વખતે પેઈનકિલર લેવી યોગ્ય નથી. તેવામાં જો તમારે માસિકની પીડા સહન ન કરવી હોય અને દુખાવાથી પણ રાહત મેળવવી હોય તો તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આજે તમને એવી ત્રણ ઔષધિ વિશે જણાવીએ જે માસિક ધર્મ દરમિયાન થતા દુખાવામાં પેઈનકિલર તરીકે કામ કરશે.


આદુ

આદુ ચાનો સ્વાદ વધારે છે અને તેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં પણ થાય છે. આદુ ઔષધીય ગુણોથી ભરપૂર છે. માસિક ધર્મ દરમિયાન પણ તમે આદુ લઈ શકો છો. આદુ તમને માસિક સમયની પીડાથી રાહત અપાવવાનું કામ કરશે.  


અજમા 

માસિક ધર્મ દરમિયાન અજમાનું સેવન કરવું પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, આયરન સહિતના પોષકતત્વો હોય છે. જે માસિક સમયે થતી બ્લોટિંગથી રાહત આપે છે. માસિકને નિયમિત કરવા માટે પણ અજમા ખૂબ જ ફાયદાકારક છે. અજમાનો ઉકાળો માસિક ધર્મના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે.


વરિયાળી

વરિયાળીને મોટાભાગના ઘરમાં મુખવાસ તરીકે ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ વરિયાળી સ્નાયુઓને પણ આરામ આપે છે. માસિક ધર્મની પીડાને દુર કરવા માટે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળી તેમાં મધ ઉમેરી દિવસમાં 2થી 3 વખત પીવાનું રાખો. 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)