Shani Amavasya 2023: વર્ષો પછી સર્જાશે શનિ અમાસ પર આવો સંયોગ, જાણો કઈ રાશિના લોકોનો થશે બેડોપાર

Shani Amavasya 2023:  17 જૂન 2023 અને શનિવારે અમાસની તિથિ છે. ધાર્મિક દ્રષ્ટિએ શનિવારે આવતી અમાસને શનિ અમાસ કહેવાય છે અને તેનું વિશેષ મહત્વ હોય છે. શનિ અમાસના દિવસે શનિદેવ અને પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય કરવામાં આવે તો તુરંત ફળ મળે છે. આ વર્ષે 30 વર્ષ પછી શનિ અમાસ પર અદભુત સંયોગ સર્જાયો છે.

Shani Amavasya 2023: વર્ષો પછી સર્જાશે શનિ અમાસ પર આવો સંયોગ, જાણો કઈ રાશિના લોકોનો થશે બેડોપાર

Shani Amavasya 2023: શનિદેવની કૃપા થઈ જાય તો કોઈપણ વ્યક્તિનું જીવન રાતોરાત બદલી જાય છે. શનિ વ્યક્તિને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે. શનિ ગ્રહ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેનો એક અદભુત દિવસ આવી રહ્યો છે. 17 જૂન 2023 અને શનિવારે અમાસની તિથિ છે. ધાર્મિક દ્રષ્ટિએ શનિવારે આવતી અમાસને શનિ અમાસ કહેવાય છે અને તેનું વિશેષ મહત્વ હોય છે. શનિ અમાસના દિવસે શનિદેવ અને પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય કરવામાં આવે તો તુરંત ફળ મળે છે. શનિ અમાસના દિવસે કરેલા કેટલાક ઉપાય વિશેષ ફળ આપે છે. આ વર્ષે 30 વર્ષ પછી અદભુત સંયોગ સર્જાયો છે. વર્ષો પછી શનિ અમાસના દિવસે સ્વરાશિ કુંભમાં હશે. આ દિવસે જ શનિ વક્રી થશે. શનિ અમાસના દિવસે શનિ વક્રી થશે તેના કારણે 12 રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફાર થઈ શકે છે. 

આ પણ વાંચો:

આ લોકો માટે ખાસ હશે શનિ અમાસ

શનિ અમાસના દિવસે શનિદેવને પ્રસન્ન કરવાની સુવર્ણ તક છે. ખાસ કરીને જે લોકો શનિની સાડાસાતી, પનોતી કે મહાદશામાંથી પસાર થઈ રહ્યા છે તેઓ શનિવારે શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય કરી શકે છે. શનિવારે આ ઉપાય કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે. 
 

શનિ અમાસના ઉપાય

- શનિ દોષના કારણે જે લોકો આર્થિક, શારીરિક કે માનસિક સમસ્યાઓ સહન કરી રહ્યા હોય તેઓ આ ઉપાય કરી શકે છે. શનિ અમાસના દિવસે શનિના બીજ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. આ સિવાય શનિ અમાસના દિવસે વ્રત રાખી બીજા દિવસે મીઠી વસ્તુ ખાઈને વ્રતના પારણા કરવા. 

- શનિદેવને પ્રસન્ન કરવા માટે અમાસના દિવસે કાળા તલ, અડદ, કાળા કપડા, કાળા જૂતાનું દાન કરવું જોઈએ. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે આ વસ્તુઓને પહેલાથી જ ખરીદીને ઘરમાં ન રાખો. શુક્રવારે આ વસ્તુઓ ખરીદો અને શનિવારે દાનમાં આપી દો. શનિવારે આ વસ્તુઓ ખરીદવાનું પણ ટાળવું. 
 

વક્રી શનિની 12 રાશિઓ પર અસર

17 જૂન થી શનિ વક્રી થશે અને 4 નવેમ્બર સુધી આ અવસ્થામાં રહેશે. શનિના વક્રી થવાથી કેટલીક રાશિના લોકોને શુભ ફળ મળશે તો કેટલીક રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે. શનિની વક્રી ચાલથી મેષ, વૃષભ, મિથુન અને કુંભ રાશિના લોકોને શુભ ફળ મળશે. જ્યારે કર્ક, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે આ સમય કષ્ટદાઇ રહેશે. અન્ય રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news