Home Remedies For Period Cramps: માસિક સમયે મોટાભાગની મહિલાઓને અસહ્ય પીળામાંથી પસાર થવું પડે છે. માસિક સમયે કમર, પેડુ, પેટમાં સખત દુખાવો થાય છે. આ દુખાવો ખૂબ જ તીવ્ર હોય છે અને તેના કારણે માસિક દરમિયાન મહિલાઓને ખૂબ જ તકલીફ પડે છે. અસહ્ય દુખાવાના કારણે રોજના કામ પણ બરાબર રીતે કરી શકાતા નથી. તેવામાં આજે તમને એવી વસ્તુ વિશે જણાવીએ જેને પીવાથી માસિક સમયે થતા દુખાવાથી તુરંત જ રાહત મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગરમીમાં રોજ ખાવું એક વાટકી દહીં, શરીરને થશે આ 4 જોરદાર લાભ


ઉનાળામાં આ વસ્તુઓનું કરો સેવન, શરીરનું સુધરશે સ્વાસ્થ્ય અને મળશે એનર્જી


ઉનાળામાં એલોવેરા સ્વાસ્થ્ય અને ત્વચા બંનેના રાખશે ટનાટન, આ રીતે કરો ઉપયોગ


ગરમ પાણી


શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે જો ઓછું પાણી પીવામાં આવે તો માથાના દુખાવા સહિતની સમસ્યાઓ થઈ શકે છે. તેવામાં માસિક સમયે પણ પાણી પીવાથી દુખાવાથી રાહત મળી શકે છે. માસિક સમયે હુંફાળું પાણી પીવાથી શારીરિક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. તેનાથી દુખાવો ઘટશે અને શરીર હાઇડ્રેટ થશે.


આદુવાળી ચા


આદુમાં એન્ટી ઇનફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. માસિક દરમિયાન જો તમે ચા માં આદુ ઉમેરીને પીવો છો તો તેનાથી પેટમાં દુખાવો ઓછો થાય છે અને સાથે જ ઊલટી, ઉબકા જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. 


પપૈયાનો રસ


પપૈયાનો રસ પણ એન્ટી ઓક્સીડન્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. માસિક ધર્મમાં મહિલાઓ જો પપૈયાના રસનું સેવન કરે તો દુખાવો તુરંત ઓછો થવા લાગે છે. કારણ કે પપૈયામાં એવા ગુણ હોય છે જે સોજા અને દુખાવાને તુરંત જ મટાડે છે 


આ પણ વાંચો:


સ્વાદમાં ખાટ્ટી પણ લૂ થી રાહત આપતી કાચી કેરી ખાવાથી થાય છે શરીરને અનેક ફાયદાઓ


ઉનાળામાં કેરી ખાવી જ જોઈએ.. કેરી શરીર માટે છે ફાયદાકારક, ખાવાથી આ સમસ્યાઓ થાય છે દુર


ડાયાબિટીસના દર્દી માટે ગુણકારી છે આ ફળ, 5 રીતે કરી શકો છો સેવન, ખાવાથી થાય છે લાભ


હળદરવાળું દૂધ


હુંફાળા દૂધમાં હળદર ઉમેરીને પીવાથી પિરિયડ સમયે થયેલી સમસ્યાઓ ઓછી કરી શકાય છે. રાતના સમયે હળદર વાળું દૂધ પીવાથી ઊંઘ પણ સારી આવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)