Vitamin B12 Rich Food: વિટામીન બી12 શરીરમાં સૌથી મહત્વના હોય તેવા પોષક તત્વોમાંથી એક છે. શરીરમાં વિટામીન b12 ની ઉણપ હોય તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકોમાં આ પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. શરીરમાં વિટામીન બી12ની ઉણપ હોય તો ત્વચાનો રંગ પીળો પડી જાય છે અને સ્ટ્રેસ વધી જાય છે આવી સ્થિતિમાં વ્યક્તિ ચીડીયાપણું અનુભવે છે. આ ઉણપ ના કારણે શરીરમાં અન્ય ઘણી સમસ્યાઓ થાય છે વ્યક્તિને હંમેશા થાકનો અનુભવ થાય છે અને યાદશક્તિ પણ નબળી પડી જાય છે. તેથી જરૂરી છે કે વિટામીન બી12 શરીરમાં યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે. જો શરીરમાં બી12ની ઉણપ હોય તો કેટલીક વસ્તુઓનું સેવન કરીને શરીરની આ જરૂરિયાતને પૂરી કરી શકાય છે. આજે તમને ચાર એવી વસ્તુઓ વિશે જણાવીએ છીએ ને ખાઈને તમે વિટામિન બી12ની ઉણપ દૂર કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Infertility Causes: સ્ત્રી અને પુરુષ બંને માટે વંધ્યત્વનું કારણ બને છે આ 6 આદતો


ખરતાં વાળની ચિંતાને દુર કરશે આ ઘરગથ્થુ ઉપાય, 7 દિવસમાં જોવા મળશે અસર


કેરીની છાલને ન સમજો કચરો, ત્વચાની સુંદરતા વધારવામાં લાગે છે કામ, ચમકી જશે ચહેરો


ફિશ


તમે ફિશ ખાઈ શકો છો. ખાસ કરીને સારડીન અને ટુના જેવી ફિશમાં આ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તેનાથી મગજ પણ દુરસ્ત રહે છે. આ માછલીમાં અન્ય પોષક તત્વો પણ હોય છે જેમ કે પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામીન એ, વિટામીન b3 વગેરે. 


ઈંડા


બાફેલા ઈંડા ખાવાથી પણ શરીરમાં બી12 વધે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે એટલા જ પૌષ્ટિક પણ હોય છે. ઈંડા ખાવાથી પ્રોટીન પણ મળે છે.


ડેરી પ્રોડક્ટ


તમે ડેરી પ્રોડક્ટ ને પણ આહારમાં ઉમેરી શકો છો. દૂધ દહીં પનીર જેવી વસ્તુઓમાં કેલ્શિયમ ઉપરાંત વિટામીન b12 પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને જરૂરી પોષક તત્વો મળી રહે છે.


પાલક


પાલકની ભાજી ખાવાથી પણ બી12 ની ઉણપ દૂર થઈ શકે છે. તેમાં આયરન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તમે પાલકને અલગ અલગ રીતે પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)