કેરીની છાલને ન સમજો કચરો, ત્વચાની સુંદરતા વધારવામાં લાગે છે કામ, ચમકી જશે તમારો ચહેરો

Mango Peel Skin Benefits: કેરીની છાલ ત્વચાને ચમકદાર અને ટોંડ બનાવે છે. કેરીની છાલમાં જે મોઈશ્ચર હોય છે તે ત્વચા ને કુદરતી રીતે મોસ્ચરાઇઝ કરે છે. ગરમીના દિવસોમાં કેરીની છાલ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સિવાય પણ અનેક ફાયદા છે જે કેરીની છાલથી ત્વચાને થાય છે. 

કેરીની છાલને ન સમજો કચરો, ત્વચાની સુંદરતા વધારવામાં લાગે છે કામ, ચમકી જશે તમારો ચહેરો

Mango Peel Skin Benefits: કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે અને દરેક ઘરમાં કેરી ખાવાની શરૂઆત પણ થઈ ગઈ હશે. સામાન્ય રીતે લોકો કેરી ખાઈને તેની છાલ કાઢીને ફેંકી દેતા હોય છે. આજ સુધી તમે કેરી થી થતા લાભ વિશે તો જાણ્યા હશે પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે કેરીની છાલમાં પણ ઘણા બધા ગુણ હોય છે. ખાસ કરીને કેરીની છાલ ત્વચાની સંભાળ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કેરીની છાલનો ઉપયોગ કરીને તમે ત્વચાની સુંદરતા વધારી શકો છો.

આ પણ વાંચો:

કેરીની છાલમાં પણ વિટામીન સીનું પ્રમાણ વધારે હોય છે જે ત્વચાને ચમકદાર અને યુવાન બનાવે છે. કેરીની છાલ નો ઉપયોગ ત્વચા ઉપર નિયમિત રીતે કરશો તો ત્વચા પર દેખાતા કાળા ડાઘ દૂર થવા લાગશે. આ ઉપરાંત કેરીની છાલ ત્વચાને ચમકદાર અને ટોંડ બનાવે છે. કેરીની છાલમાં જે મોઈશ્ચર હોય છે તે ત્વચા ને કુદરતી રીતે મોસ્ચરાઇઝ કરે છે. ગરમીના દિવસોમાં કેરીની છાલ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. 

કેરીની છાલથી ત્વચાને થતા ફાયદા

એન્ટી એજીંગ - કેરીની છાલમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ હોય છે જે ત્વચાને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. તેનાથી સમય પહેલા દેખાતી વૃદ્ધત્વ ની નિશાની અટકાવવામાં મદદ મળે છે. તેનાથી ત્વચા યુવા અને સ્વસ્થ રહે છે.

એન્ટી એકને - કેરીની છાલમાં બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચા પર ખીલને વધવા દેતા નથી. કેરીની છાલ ખીલના કારણે ચહેરા પર થતા લાલ નિશાન અને સોજાની તકલીફને દૂર કરવામાં મદદ કરે છે.

એક્સફોલિએટ - કેરીની છાલમાં જે એન્જાઈન હોય છે જે ત્વચાને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ડેડ સ્કીન સેલ દૂર કરવામાં મદદ મળે છે અને ત્વચા સોફ્ટ બને છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news