Diabetes: નવેમ્બર મહિનામાં એક પછી એક ઘણા તહેવારો ઉજવાયા. તહેવાર દરમિયાન ઘરમાં મીઠાઈ ચોક્કસથી બને છે અને સાથે જ ફરસાણ પણ હોય છે. તળેલી વસ્તુઓ અને મીઠાઈનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણી વખત બ્લડ સુગર વધી જતું હોય છે. અચાનક જો ડાયાબિટીસના દર્દીનું બ્લડ સુગર વધી જાય તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. આ રીતે મીઠાઈ ખાવાથી વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે તમે ચાર ઉપાય કરી શકો છો. આ ઉપાય કરીને તમે વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રાત્રે પાણી સાથે ખાઈ લેવી આ વસ્તુ, સવારે ટોયલેટમાં નીકળવા લાગશે બેડ કોલેસ્ટ્રોલ


નિયમિત કસરત શરૂ કરો


જો તહેવારોની સીઝન પછી તમારું બ્લડ સુગર પણ હાઈ રહેતું હોય તો તેને કંટ્રોલ કરવા માટે નિયમિત 30 મિનિટ સુધી એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો. 30 મિનિટ સુધી તમે કોઈપણ હળવી એક્સરસાઇઝ પણ કરી શકો છો તેનાથી બ્લડમાં ગ્લુકોઝ લેવલ કંટ્રોલમાં રહે છે.


પૂરતા પ્રમાણમાં પાણી પીવું


બ્લડ સુગર લેવલ અચાનક વધી જાય તો આ ઉપાય સૌથી કામ આવે છે. દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીવાનું શરૂ કરો. જો તમારું શરીર હાઈડ્રેટ રહેશે તો સુગર લેવલ પણ કંટ્રોલમાં આવી જશે. કંટ્રોલ કરવા માટે દિવસમાં આઠ ગ્લાસ પાણી પીવાની શરૂઆત કરી દો.


આહાર


આ પણ વાંચો: Coriander: સ્વાસ્થ્ય માટે ઔષધી છે કોથમીર, આ 5 ફાયદા મેળવવા શિયાળામાં તો રોજ ખાવી


વધેલા બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે સૌથી વધારે જરૂરી છે ડાયટ. કંટ્રોલ કરવા માટે દૈનિક આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે ફાઇબરથી ભરપૂર હોય. દિવસ દરમિયાન તમે વિવિધ ફ્રુટ તેમજ શાકભાજીનું સેવન કરી શકો છો. ફળ ખાઈને પણ બ્લડ સુગર કંટ્રોલમાં કરી શકાય છે 


સારી ઊંઘ


તહેવારોની સિઝનમાં રાત્રે ઊંઘ પણ ઓછી થાય છે જેના કારણે પણ બ્લડ સુગર હાય રહેતું હોય છે. જો બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવું છે તો નિયમિત રીતે સાતથી આઠ કલાકની ઊંઘ કરવી જરૂરી છે. સારી ઊંઘ કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.


આ પણ વાંચો: શિયાળામાં અચૂક ખાવી આ વસ્તુઓ, કડકડતી ઠંડીમાં પણ શરીરમાં રહેશે ગરમી અને સ્ફુર્તિ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)