Coriander Benefits: સ્વાસ્થ્ય માટે ઔષધી છે કોથમીર, આ 5 ફાયદા મેળવવા શિયાળામાં તો રોજ ખાવી
Coriander Benefits: અન્ય શાકભાજીની સરખામણીમાં ખૂબ જ ઓછી કિંમતે અને ઘણીવાર તો શાક સાથે ફ્રીમાં મળતા લીલા ધાણા શરીરને પાંચ સૌથી મોટા ફાયદા કરી શકે છે. જે પણ વ્યક્તિને આ પાંચ સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય અને શરીરને સ્વસ્થ રાખવું હોય તેને નિયમિત કોથમીર ખાવી જોઈએ.
Trending Photos
Coriander Benefits: ઘરમાં બનતી રસોઈની મોટાભાગની વાનગીઓમાં કોથમીરને ઉમેરીને ખાવામાં આવે છે. ખાસ કરીને દાળ-શાકમાં કોથમીર ઉમેરી એક રિવાજ છે. કોથમીર વિના વાનગી અધૂરી લાગે છે. લીલા ધાણા વાનગીનો સ્વાદ વધારવાની સાથે તેના લુકને પણ ખાસ બનાવે છે. કેટલાક લોકો કોથમીરને ડાયરેક્ટ ખાવાનું પણ પસંદ કરે છે તો કેટલાક લોકો તેને સલાડમાં મિક્સ કરીને પણ ખાય છે. વાનગીનો સ્વાદ અને સુંદરતા વધારતી કોથમીર શરીર માટે પણ ખૂબ જ લાભકારી છે.
ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે કોથમીરમાં વિટામીન એ, સી, વિટામિન બી, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો શરીરને ફિટ અને સ્વસ્થ રાખે છે. તેનાથી શરીરને રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે છે. અન્ય શાકભાજીની સરખામણીમાં ખૂબ જ ઓછી કિંમતે અને ઘણીવાર તો શાક સાથે ફ્રીમાં મળતા ધાણા શરીરને પાંચ સૌથી મોટા ફાયદા કરી શકે છે. જે પણ વ્યક્તિને આ પાંચ સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય અને શરીરને સ્વસ્થ રાખવું હોય તેને નિયમિત કોથમીર ખાવી જોઈએ.
લીવર માટે ફાયદાકારક
લીવર સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે કોથમીર ખૂબ જ ફાયદાકારક છે. કોથમીરના પાનમાં ફ્લેમેનોઈડ્સ અને આલ્કેનોઈડસ હોય છે. જે તત્વ પિત્તના વિકાર થી બચવામાં લીવરને મદદ કરે છે.
પાચન અને આંતરડા માટે
કોથમીરનું સેવન કરવાથી પાચન તંત્રની ગરબડી અને આંતરડાની બીમારીથી પણ રાહત મળે છે. તેનાથી પેટ સ્વસ્થ રહે છે અને ભૂખ પણ સારી લાગે છે.
ઇમ્યુનિટી વધે છે
કોથમીરમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ફ્રી રેડિકલ્સથી થતા સેલ્યુલર ડેમેજને રોકે છે. કોથમીર નિયમિત ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે..
હૃદય રહે છે સ્વસ્થ
કોથમીરનું સેવન કરવાથી શરીરમાં જામતું એક્સ્ટ્રા સોડિયમ પેશાબ મારફતે શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેનાથી શરીર અંદરથી ફીટ રહે છે. આ ઉપરાંત કોથમીરનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
બ્લડ સુગર
કોથમીરનો ઉપયોગ કરવાથી શરીરમાં એવા એન્જાઈમ એક્ટિવ થાય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે કોથમીરનું સેવન કરવું જોઈએ તેનાથી શરીર ફીટ રહે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે