Diabetes: સુગરની બીમારી એટલે કે ડાયાબિટીસથી દુનિયાભરમાં કરોડો લોકો પીડિત છે. આ એક જટિલ બીમારી છે જે એકવાર થઈ જાય તો પીછો છોડતી નથી. ડાયાબિટીસનો કોઈ સટીક ઈલાજ નથી પરંતુ તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને બ્લડ સુગરને કંટ્રોલ કરી શકો છો. ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકતો નથી જેના કારણે બ્લડમાં ગ્લુકોઝ અને સુગરનું લેવલ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસની બીમારીમાં ક્યારેય બેદરકારી રાખવી નહીં. જરાક એવી બેદરકારી પણ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે. શરીરમાં બ્લડ સુગર લેવલ વધી જાય તો ઘણી વખત હાર્ટ અટેક જેવી તકલીફ પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે બ્લડ સુગરને કેવી રીતે કંટ્રોલ કરવું તે ધ્યાનમાં રાખવું જોઈએ. 


આ પણ વાંચો: Health Tips: પેટ બગડે તો અજમાવો આ 5 નુસખા, ડાયેરિયા અને એસિડિટીથી દવા વિના મળશે રાહત


બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે દવાની સાથે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ પણ મદદ કરી શકે છે. દરેક ભારતીય ઘરના રસોડામાં આ મસાલા ઉપલબ્ધ હોય છે. જરૂરી હોય છે એ વાત જાણવી કે આ મસાલાનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય. તો ચાલો તમને જણાવીએ રસોડામાં રહેલા કયા મસાલા બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.


બ્લડ સુગર કંટ્રોલ કરતા મસાલા


આ પણ વાંચો: Body Pain: શરીરમાં સતત રહેતો હોય દુખાવો તો આ ત્રણ આયુર્વેદિક નુસખાથી તુરંત મળશે આરામ


અળસીના બી


અળસીના બી ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. સુગર ને કંટ્રોલ કરવાની સાથે ઇન્સ્યુલિન સેન્સિટીવીટી પણ સુધારે છે. તેનાથી હાર્ટ ડીસીઝ થવાનું જોખમ પણ ઘટે છે. અળસીના બી ને ધીમા તાપે શેકી તેનો પાવડર કરીને દિવસમાં એક ચમચી પાણી સાથે લેવો જોઈએ. 


કાળા મરી


શરીરની ઇન્સ્યુલિન સેનસીટીવીટી અને શરીરમાં વધેલા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે કાળા મરી પણ ઉપયોગી છે. તેનું સેવન કરવા માટે એક કાળા કાળા મરીના એક કે બે દાણા ને અધકચરા વાટી તેમાં થોડી હળદર ઉમેરીને સવારે ખાલી પેટ અથવા તો રાત્રે જમ્યાના એક કલાક પછી ખાઈ લેવા. 


આ પણ વાંચો: રોજ પિસ્તા ખાવાથી શરીરને થાય છે આ 5 અદ્ભુત ફાયદા, શરીર થશે લોખંડ જેવું મજબૂત


તજ


તજ એવો મસાલો છે જે ડાયાબિટીસના દર્દીને સૌથી વધુ ફાયદો કરે છે. જમ્યા પછી જો બ્લડ શુગર વધી જતું હોય તો તજનું સેવન કરવું ફાયદો કરે છે. તજ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં આવે છે. તેના માટે અડધી ચમચી દહીં, અડધી ચમચી મેથીનો પાઉડર અને એક ચમચી તજનો પાવડર મિક્સ કરીને સવારે ખાલી પેટ ખાઈ લેવો. આ વસ્તુ સાથે તમે ચા બનાવીને પણ પી શકો છો. 


આ પણ વાંચો: આ 6 સુપરફુડનો ડાયટમાં કરશો સમાવેશ તો ક્યારેય નહીં થાય નસોમાં બ્લડ ક્લોટિંગ


મેથી


સ્વાદમાં કડવી મેથીના ગુણ મીઠા હોય છે. મેથીની તાસીર ગરમ હોય છે જેના કારણે તે ડાયાબિટીસ, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ માટે સૌથી સારી અને અસરકારક જડીબુટ્ટી છે. મેથી ફાસ્ટિંગ બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. તેનું સેવન કરવા માટે એક ચમચી મેથી પાવડરને પાણી સાથે સવારે ખાલી પેટ અથવા તો રાત્રે સૂતા પહેલા નિયમિત લેવાનું રાખો. તમે રાત્રે મેથીના દાણાને પાણીમાં પલાળી સવારે તે મેથીને ખાલી પેટ ખાઈ શકો છો.


આ પણ વાંચો: સાંધામાં ક્રિસ્ટલ બનીને જામેલા યુરિક એસિડને પણ શરીરમાંથી બહાર કરી દેશે આ ચૂર્ણ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)