Health Tips: આ 6 સુપરફુડનો ડાયટમાં કરશો સમાવેશ તો ક્યારેય નહીં થાય નસોમાં બ્લડ ક્લોટિંગ, આજથી કરી જો શરુઆત

Health Tips: શરીરના કોઈપણ અંગ સુધી જતી નસ બ્લોક થાય તો પણ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કેટલીક સાવધાની રાખીને બચાવ માટે ઉપાય કરવા જોઈએ. બ્લડ ક્લોટીંગથી બચવું હોય તો રોજના આહારમાં આ 6 સુપરફુડ લેવાનું રાખવું જોઈએ. 

Health Tips: આ 6 સુપરફુડનો ડાયટમાં કરશો સમાવેશ તો ક્યારેય નહીં થાય નસોમાં બ્લડ ક્લોટિંગ, આજથી કરી જો શરુઆત

Health Tips: જ્યારે આપણા શરીરની નસ અંદરથી જાડી થવા લાગે છે તો તે બ્લોક પણ થવા લાગે છે. આપણા શરીરની નસોમાં જ્યારે એક્સ્ટ્રા ફેટ જમી જાય છે તો પણ નસ બ્લોક થઈ જાય છે જેના કારણે રક્ત પ્રવાહ ધીમે ધીમે ઘટી જાય છે. આ પ્રકારની સમસ્યા એવા લોકોને વધારે થાય છે જેવો નિયમિત રીતે ફેટી ફૂડ્સ ખાતા હોય છે. ફેટી ફૂડ્સ એટલે કે ફ્રાઈડ ફૂડ, પ્રોસેસ ફૂડ, કેક, ફરસાણ, માખણ અને તૈલીય વસ્તુઓ. આ પ્રકારના ખાદ્ય પદાર્થો નસમાં એક્સ્ટ્રા ફેટ વધારે છે જેના કારણે બ્લડ ક્લોટિંગ થવા લાગે છે. 

બ્લડ ક્લોટિંગ જો મગજ સુધી રક્ત પહોંચાડતી નસોમાં થાય તો બ્રેન સ્ટ્રોક, પેરાલીસીસ, હાર્ટ અટેક જેવી ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. આ સિવાય પણ શરીરના કોઈપણ અંગ સુધી જતી નસ બ્લોક થાય તો પણ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કેટલીક સાવધાની રાખીને બચાવ માટે ઉપાય કરવા જોઈએ. બ્લડ ક્લોટીંગથી બચવું હોય તો રોજના આહારમાં આ 6 સુપરફુડ લેવાનું રાખવું જોઈએ. 
 
બ્લડ ક્લોટિંગ અટકાવતા સુપરફુડ

લસણ

લસણ એક એવું સુપર ફૂડ છે જે દરેક ઘરમાં હોય છે. લસણમાં એવા તત્વો હોય છે જે બ્લડ ક્લોટિંગ, સોજા અને બ્લડપ્રેશરને મેન્ટેન કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી નસોમાં જામેલું ફેટ દૂર થવા લાગે છે.

ટમેટા

લાયકોપીનથી ભરપૂર ટમેટા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. ટમેટાનું સેવન કરવાથી બંધ નસો ખુલી જાય છે. રોજ એક ટમેટું ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીથી બચી જવાય છે. 

સીડ્સ

ફ્લેક્સ સીડ, ચિયા સીડ્સ જેવા સીડ્સ ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તે ઇન્સ્યુલિન લેવલ મેન્ટેન રાખવામાં પણ મદદ કરે છે અને હાર્ટ હેલ્થ પણ સુધારે છે. 

નટ્સ

બદામ અને અખરોટ જેવા નટ્સ હાર્ટની હેલ્થ માટે સારા છે. નિયમિત પલાળીને તેનું સેવન કરવાથી શરીરમાં ગુડ ફેટ વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ તેમજ નસોમાં જામેલું ફેટ ઓછું કરવામાં મદદ મળે છે.

લીલા પાનવાળા શાકભાજી

જે લોકોને નસોમાં બ્લડ ક્લોટિંગ થતું હોય તેમણે લીલા પાન વાળા શાકભાજી એટલે કે પાલક, મેથી, બ્રોકલી, કોબી વગેરેનું સેવન વધારે કરવું જોઈએ. તે નસોની જાડી થતી વોલને પાતળી રાખે છે અને બ્લડ ક્લોટિંગ અટકાવે છે. 

હળદર

હળદરમાં પણ કર્કયુમીન નામનું તત્વ હોય છે. તે શરીરમાંથી સોજા ઉતારે છે અને સખત થયેલી નસોને નોર્મલ બનાવવાનું કામ કરે છે. રોજ એક ગ્લાસ પાણીમાં થોડી હળદર ઉમેરીને પી લેવાથી ફાયદો થાય છે. તમે દૂધમાં હળદર ઉમેરીને પણ પી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news