Health Tips: ડાયાબિટીસ એવી સમસ્યા છે જેને લઈને દરેક વ્યક્તિ પ્રાર્થના કરે કે આ બીમારી તેમને ન થઈ જાય. કારણ કે એક વાર ડાયાબિટીસ થાય પછી સામાન્ય જીવન જીવવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસના દર્દીઓએ વારંવાર બ્લડ સુગર લેવલ ચેક કરતા રહેવું પડે છે. ખાવા પીવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો તબિયત બગડી જાય છે. જેના કારણે કિડની અને હાર્ટ સંબંધિત સમસ્યાનું જોખમ સૌથી વધુ હોય છે. તેથી જરૂરી છે કે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવા માટે રસોડાના કેટલાક મસાલા તમને મદદ કરી શકે છે. રસોડામાં રહેલા ચાર મસાલા એવા છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં અસરકારક સાબિત થાય છે. તો ચાલો તમને જણાવીએ કયા છે આ મસાલા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.


આ પણ વાંચો:


જમ્યા પછી 10 મિનિટ વોક કરવાથી હાર્ટ એટેક સહિત આ 5 બીમારીથી મળશે છૂટકારો


લગ્નની પહેલી રાત્રે શા માટે પીવામાં આવે છે કેસરવાળું દૂધ ? આ છે તેનું સાચું કારણ


દવાથી પણ મટતી ન હોય ઉધરસ તો રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ કરો, તુરંત દિવસમાં દેખાશે અસર


હળદર


હળદરમાં કરક્યુમીન નામનું કમ્પાઉન્ડ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તે ઇન્સ્યુલિન સેન્સીટીવીટી પણ વધારે છે. આ મસાલામાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇનફેમેટ્રી ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડાયાબિટીસમાં વ્યક્તિએ હળદર વાળું દૂધ પીવું જોઈએ. 


મેથી


જો તમે રોજ પલાળેલી મેથીનું પાણી પીવો છો તો ટાઈપ ટુ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. આ મસાલામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી ડાયજેશન સ્લો થાય છે અને સુગર પણ કંટ્રોલમાં રહે છે. તેના માટે એક ચમચી મેથીને એક વાટકી પાણીમાં રાત્રે પલાળી દેવી. સવારે આ પાણીને ગાળી અને પી જવું. 


સૂકા ધાણા


ઘણી રિસર્ચમાં સાબિત થયું છે કે સૂકા ધાણાના બી ઇન્સ્યુલિન વધારવામાં મદદ કરે છે. સાથે જ તેના પોષક તત્વો મેટાબોલિઝમ પ્રોસેસને પણ સુધારે છે અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે. ધાણાના બીજ ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. તેનો ઉપયોગ કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણાને રાત્રે પલાળી દેવા અને સવારે આ પાણી ગાળીને પી જવું.


તજ


ડાયાબિટીસના દર્દીઓ માટે તજ પણ ઔષધી સમાન છે. કારણ કે તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને સાથે જ બેડ કોલેસ્ટ્રોલ પણ વધતું અટકે છે. તજનું સેવન કરવા માટે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચપટી તજ પાઉડર ઉમેરીને પી જવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)