Cough Remedies: દવાથી પણ મટતી ન હોય ઉધરસ તો રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ કરો, તુરંત દિવસમાં દેખાશે અસર
Cough Remedies: સતત આવતી ઉધરસના કારણે રાત્રે ઊંઘ પણ બરાબર થઈ શકતી નથી. અને દિવસે આસપાસના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણીવાર તેનો ચેપ અન્ય લોકોને પણ લાગી શકે છે. આ પ્રકારી થતી ઉધરસથી મુક્તિ મેળવવા કેટલાક ઘરેલુ ઈલાજ કરી શકાય છે. તેનાથી ઉધરસથી ઝડપથી છુટકારો મળે છે.
Trending Photos
Cough Remedies: ઉધરસ એવી સમસ્યા છે જે એકવાર થાય પછી ખૂબ પરેશાન કરે છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં ઘણીવાર ઉધરસ થઈ જાય છે અને દવા કર્યા પછી પણ ઉધરસ મટતી નથી. જ્યારે ઉધરસ વધુ પડતી થઈ જાય છે ત્યારે રોજની પ્રવૃત્તિઓને પણ અસર થાય છે. સતત આવતી ઉધરસના કારણે રાત્રે ઊંઘ પણ બરાબર થઈ શકતી નથી. અને દિવસે આસપાસના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણીવાર તેનો ચેપ અન્ય લોકોને પણ લાગી શકે છે. આ પ્રકારી થતી ઉધરસથી મુક્તિ મેળવવા કેટલાક ઘરેલુ ઈલાજ કરી શકાય છે. તેનાથી ઉધરસથી ઝડપથી છુટકારો મળે છે.
ઉધરસથી છુટકારો મેળવવાના ઉપાય
આ પણ વાંચો:
1. ગરમ પાણી અને મીઠું
હુંફાળા પાણીમાં એક નાની ચમચી મીઠું ભેળવીને તેનાથી કોગળા કરવાથી ગળાનો સોજો ઓછો થાય છે અને ઉધરસમાં રાહત મળે છે.
2. હળદર અને દૂધ
એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી ગળામાં સોજો ઓછો થાય છે અને ઉધરસમાં રાહત મળે છે.
3. મધ અને લસણ
મધ અને લસણનું મિશ્રણ પણ ઉધરસને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમના એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો ગળાના ચેપને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
4. આદુ અને મધની ચા
આદુ અને મધની ચા ઉધરસથી ઘણી અસરકારક સાબિત થાય છે. મધ ઉધરસ મટાડવામાં મદદ કરી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે