Migraine: માઈગ્રેનના દુખાવાથી દવા વિના મેળવવી હોય મુક્તિ તો કરો આ 4 ઉપાય
Migraine: માઈગ્રેનની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરે તે પહેલા જ જેમને આ તકલીફ હોય તેમણે ચાર બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આ ચાર ફેરફાર લાઈફ સ્ટાઈલમાં કરવામાં આવે તો માઈગ્રેનની સમસ્યાથી દવા વિના મુક્તિ મળી શકે છે.
Migraine: આજના સમયમાં માઈગ્રેનની સમસ્યા ઝડપથી વધતી જાય છે. જેનું મુખ્ય કારણ લાઈફ સ્ટાઈલ હોય છે. માઈગ્રેનમાં માથામાં તીવ્ર દુખાવો થાય છે. આ દુખાવો એટલો ભયંકર હોય છે કે કોઈ પણ કામ કરવામાં મન નથી લાગતું. રોજના કામ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. માઈગ્રેનના દર્દીને ઉલટી અને ચક્કર આવવાની ફરિયાદ પણ રહે છે. માઈગ્રેનની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરે તે પહેલા જ જેમને આ તકલીફ હોય તેમણે ચાર બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આ ચાર ફેરફાર લાઈફ સ્ટાઈલમાં કરવામાં આવે તો માઈગ્રેનની સમસ્યાથી દવા વિના મુક્તિ મળી શકે છે.
આ પણ વાંચો: પપૈયું ખાધા પછી તેના બી ફેંકવાની ન કરવી ભુલ, આ રીતે ઉપયોગ કરી સુધારો સ્વાસ્થ્ય
માઈગ્રેનથી બચવાના ઉપાય
ટેન્શનથી દુર રહો
આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં લોકોને ટેન્શન થાય તે સ્વાભાવિક છે. પરિવાર હોય કે કામ કોઈને કોઈ વાતને લઈને ટેન્શનની સ્થિતિ રહે છે. જોકે જે લોકોને માઈગ્રેનની તકલીફ હોય તેમણે ટેન્શનથી દૂર રહીને પોતાના મનને શાંત અને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે સ્ટ્રેસ લેવાથી માઇગ્રેન વધી જાય છે.
અપૂરતી ઊંઘ
સ્વસ્થ વયસ્ક વ્યક્તિએ દિવસમાં સાતથી આઠ કલાક ઊંઘ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે સાત કલાકથી ઓછી ઊંઘ કરે છે તો તેને માઈગ્રેન થવાની શક્યતા વધી જાય છે તેથી રોજ પોતાની ઊંઘની પૂરી કરો.
આ પણ વાંચો: Weak Eyesight: વધી રહ્યા છે આંખના નંબર? તો આ 5 ફૂડ ખાવાનું કરો શરુ, ઉતરી જશે ચશ્મા
તડકાથી દૂર રહો
તડકાના કારણે સમસ્યા વધી જાય છે તેથી તડકામાં બહાર જવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. જો બહાર જેવું જરૂરી હોય તો છત્રી કે સુતરાઉ કપડાં વડે માથાને ઢાંકીને નીકળો.
પાચન દુરસ્ત રાખો
પેટમાં જો ગરબડ હોય તો પણ માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે તેથી હંમેશા ધ્યાન રાખો કે તમે હેલ્ધી અને ફાઇબર રિચ ડાયટને ફોલો કરો. કારણ કે એસીડીટી અને ગેસના કારણે પણ માઈગ્રેન વધી જાય છે.
આ પણ વાંચો: મહિલાઓ માટે વરદાન છે કાળી દ્રાક્ષ, ખાલી પેટ ખાવાથી મહિલાઓની આ 4 સમસ્યા થાય છે દૂર
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)