Weak Eyesight: વધી રહ્યા છે આંખના નંબર? તો આ 5 ફૂડનો કરો ડાયટમાં સમાવેશ, ઉતરી જશે ચશ્મા

Weak Eyesight: મોબાઈલ, લેપટોપ જેવા ડિજિટલ ઉપકરણનો ઉપયોગ કરતી વખતે આંખને થોડો થોડો રેસ્ટ આપવો જરુરી હોય છે. આ સિવાય દ્રષ્ટિ સુધારવા માટે સંતુલિત આહાર લેવો પણ મહત્વપૂર્ણ છે. જેમાં ખાસ કરીને વિટામિન એ, સી, ઈ અને ઝિંક જેવા પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ થવો જરૂરી છે. 

Weak Eyesight: વધી રહ્યા છે આંખના નંબર? તો આ 5 ફૂડનો કરો ડાયટમાં સમાવેશ, ઉતરી જશે ચશ્મા

Weak Eyesight: આજના આધુનિક જીવનમાં નાની ઉંમરના બાળકોમાં પણ નબળી દ્રષ્ટિ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. નબળી દ્રષ્ટિ પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે જેમાં ડિજિટલ ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ, જંક ફૂડ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને પ્રદૂષણનો સમાવેશ થાય છે. ડિજિટલ ઉપકરણોમાંથી નીકળતી બ્લુ લાઇટ આંખ માટે હાનિકારક છે તે રેટિનાને નુકસાન પહોંચાડે છે. તેના કારણે આંખમાં સ્ટ્રેસ, માથાનો દુખાવો અને અન્ય સમસ્યાઓઓ પણ થાય છે. 

મોબાઈલ, લેપટોપ જેવા ડિજિટલ ઉપકરણનો ઉપયોગ કરતી વખતે આંખને થોડો થોડો રેસ્ટ આપવો જરુરી હોય છે. આ સિવાય દ્રષ્ટિ સુધારવા માટે સંતુલિત આહાર લેવો પણ મહત્વપૂર્ણ છે. જેમાં ખાસ કરીને વિટામિન એ, સી, ઈ અને ઝિંક જેવા પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ થવો જરૂરી છે. આંખને ફાયદો કરે તેવી વસ્તુઓની વાત કરીએ તો તેમાં આ 5 વસ્તુઓનો સમાવેશ થાય છે જે તમારી આંખોની રોશની સુધારવામાં મદદ કરી શકે છે.

ગાજર

ગાજર વિટામિન એ નો સારો સ્ત્રોત છે. વિટામિન એ આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. ગાજરને સલાડ, સૂપ કે જ્યુસના રૂપમાં ખાઈ શકાય છે.

પાલક

પાલક પણ વિટામિન એ નો પણ સારો સ્ત્રોત છે.  પાલકમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન નામના એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે, જે આંખોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. પાલકને સલાડ, સૂપ કે સ્મૂધીના રૂપમાં ખાઈ શકાય છે.

બ્રોકોલી

બ્રોકોલી વિટામિન સીનો સારો સ્ત્રોત છે. વિટામિન સી આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. બ્રોકોલીને સલાડ, સૂપ કે બાફીને ખાઈ શકાય છે.

કેળા

કેળામાં તમામ એવા પોષક તત્વો હોય છે આંખની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે. કેળાને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. 

અખરોટ

અખરોટમાં ઝિંક, વિટામિન ઇ અને અન્ય પોષક તત્વો હોય છે, જે આંખોનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. અખરોટને પલાળીને રોજ ખાઈ શકાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news