Diabetes: ડાયાબિટીસને સાઇલેન્ટ કિલર બીમારી કહેવામાં આવે છે. કારણ કે ડાયાબિટીસ શરીરને અંદરથી ખાલી કરી નાખે છે. તેમાં પણ જો સુગર લેવલની કંટ્રોલમાં રાખવામાં ન આવે તો ડાયાબિટીસના દર્દીને હૃદય રોગ આંખ સ્નાયુ કિડની અને લીવરની ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. તેથી જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે. ડાયાબિટીસના કારણે જે સમસ્યાઓ ઉદભવે છે તેનાથી બચવા માટે આયુર્વેદમાં કેટલીક વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે બ્લડ સુગર લેવલની કુદરતી રીતે કંટ્રોલ કરે છે. આયુર્વેદમાં દર્શાવેલી આ વસ્તુઓને મેડિકલ સાયન્સે પણ માન્યતા આપી છે અને જણાવ્યું છે કે તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Gum Bleeding: બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળે તો અપનાવો આ 3 માંથી કોઈ એક ઉપાય


વધારે પડતું ખાધા બાદ પેટમાં ચઢે ગેસ તો આમાંથી કોઈ એક ઉપાય અજમાવો, તુરંત મળશે આરામ


સવારે બ્રશ કર્યા વિના પી લેવું આ દાણા પલાળેલું હુંફાળુ પાણી, ઓગળી જશે શરીરની ચરબી


ગિલોઈ


ગિલોઈ એવી ઔષધી છે જેનો ઉપયોગ વર્ષોથી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં કરવામાં આવે છે. ગિલોઈનો ઉપયોગ કરવાથી ઇમ્યુનિટી વધે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલ થાય છે . આયુર્વેદ ઉપરાંત મેડિકલ સાયન્સ છે કેટલા રિસર્ચમાં એ વાતનું સમર્થન કર્યું છે કે ગિલોઈનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો થાય છે જેના કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.


જાંબુ


કાળા જાંબુ અને તેના બીજ ડાયાબિટીસની સમસ્યામાં ફાયદાકારક હોય છે. જાંબુના બીજનો પાવડર ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. શોધ કરતા હોય એ વાત પણ સ્વીકારી છે કે જાંબુમાં જે તત્વ હોય છે તે બ્લડ સુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ ડાયાબિટીસ સંબંધિત જટિલતાઓનું જોખમ ઘટાડે છે 


આમળા


આપણા આયુર્વેદની શક્તિશાળી ઔષધી છે. વિટામીન સી થી ભરપુર આમળા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને સાથે જ બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. કેટલીક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે આમળા ડાયાબિટીસના કારણે જોવા મળતી જટિલતાઓને ઓછી કરી શકે છે.


આ પણ વાંચો:


Eye Infection: ચોમાસામાં આંખની સંભાળ રાખવા ફોલો કરો આ ટીપ્સ, નહીં થાય આંખની બીમારી


અતિ ભારે વરસાદ બાદ તોળાતું રોગચાળાનું જોખમ, બીમાર ન પડવું હોય તો અપનાવો આ 5 ટીપ્સ


કારેલા


ડાયાબિટીસના દર્દીઓએ કારેલાનું સેવન ખાસ કરવું જોઈએ. આયુર્વેદ અનુસાર ડાયાબિટીસના રોગીઓને કારેલા ખાવાથી ફાયદો થાય છે. તો મેડિકલ સાયન્સ એ પણ કેટલીક શોધમાં એ વાત સાબિત કરી છે કે કારેલામાં રહેલા તત્વ શરીરમાં બ્લડ સુગરને ઓછું કરવામાં મદદ કરે છે. કારેલા શરીરમાં ઇન્સ્યુલિન સ્ત્રાવને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. કારેલાનો ઉપયોગ શાક તરીકે, જ્યુસ તરીકે કે પછી ચૂર્ણ તરીકે પણ કરી શકાય છે. 


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)