Eye Infection: ચોમાસામાં આંખની સંભાળ રાખવા ફોલો કરો આ સરળ ટીપ્સ, નહીં થાય આંખની બીમારી

Eye Infection: ચોમાસા દરમિયાન રોગચાળો ચરમસીમાં પર હોય છે ત્યારે આ વખતે આંખના રોગને લઈને પણ સાવધાન રહેવું જરૂરી છે. તેમાં વળી અનેક લોકો એવા હોય છે જેમને રોજ કલાકો સુધી લેપટોપ કે કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવું પડે છે. તેવામાં આંખની સંભાળ વધારે રાખવી જરૂરી થઈ જાય છે.

Eye Infection: ચોમાસામાં આંખની સંભાળ રાખવા ફોલો કરો આ સરળ ટીપ્સ, નહીં થાય આંખની બીમારી

Eye Infection: રાજ્યના અમુક જિલ્લાઓમાં હાલમાં આંખોમાં કનઝંક્ટીવાઈટીસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને સામાન્ય ભાષામાં આંખ આવવી પણ કહેવાય છે. આંખ આવે તો ગભરાવાની જરૂર નથી પણ આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. ચોમાસા દરમિયાન રોગચાળો ચરમસીમાં પર હોય છે ત્યારે આ વખતે આંખના રોગને લઈને પણ સાવધાન રહેવું જરૂરી છે. તેમાં વળી અનેક લોકો એવા હોય છે જેમને રોજ કલાકો સુધી લેપટોપ કે કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવું પડે છે. તેવામાં આંખની સંભાળ વધારે રાખવી જરૂરી થઈ જાય છે. આંખને રોગથી બચાવવા અને સ્વસ્થ રાખવા માટે તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારે ડોક્ટર પાસે જવાની જરૂર પણ નહીં પડે. 

પૂરતા પ્રમાણમાં પાણી પીવું

આ પણ વાંચો:

આંખના સ્વાસ્થ્ય માટે પણ પુરતું પાણી પીવું જરૂરી છે. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી તો તેની અસર આંખને પણ થાય છે. શરીરમાં પાણીનો અભાવ આંખની ડ્રાયનેસનું કારણ બની શકે છે.  આંખની ડ્રાયનેસથી બચવું હોય તો પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો.

આંખોમાં ગુલાબજળ નાખો

જો તમારી આંખમાં બળતરા થતી હોય તો તમે આંખમાં ગુલાબજળના ડ્રોપ્સ નાખી શકો છો. તેનાથી આંખની સફાઈ થશે અને ખંજવાળ બળતરા કેવી તકલીફથી મુક્તિ મળશે. સાથે જ આંખની ડ્રાયનેસ પણ દૂર થશે.

આંખને વારંવાર હાથ ન લગાડો 

આંખમાં ખંજવાળ આવે કે બળતરા થતી હોય તો હાથ સાફ કર્યા વિના ક્યારેય આંખને ખંજવાળવી નહીં. આંખમાં બળતરા થી બચવું હોય તો ભૂલથી પણ આંખને અડવી નહીં. તેના બદલે થોડા થોડા સમયે આંખને ઠંડા પાણીથી ધોઈ લેવી જોઈએ. ખાસ કરીને વારંવાર હાથને સાબુથી ધોવાનું રાખો. જેથી અજાણતા હાથ આંખને અડે તો પણ સમસ્યા વધે નહીં.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news