Women Health: માસિક સમયે દરેક મહિલાને કેટલીક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. પરંતુ તેમ છતાં પિરિયડ્સ દરમિયાન શરીરને સ્વસ્થ અને સ્વચ્છ રાખવું જરૂરી હોય છે. જો માસિક દરમિયાન આ બાબતનું ધ્યાન ન રાખવામાં આવે તો જીવનભર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે તમને જણાવીએ કે માસિક દરમિયાન સ્ત્રીએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કઈ વસ્તુઓ કરવાનું ટાળવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસિક દરમ્યાન ન કરો આ ભૂલ
 


પેડ ન બદલવું


માસિક દરમિયાન પેડનો ઉપયોગ તો દરેક યુવતી કરે છે પરંતુ મોટાભાગની યુવતીઓ તેને બદલવામાં કેટલીક ભૂલ કરે છે. ઘણી યુવતીઓ પેડ ખરાબ ન થયું હોય તો આખો દિવસ તેને ચલાવે છે પરંતુ આમ કરવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. પેડ ખરાબ થયું હોય તો જ નહીં પરંતુ માસિક દરમિયાન દર ચાર કલાકે પેડ બદલી દેવું જોઈએ. 


આ પણ વાંચો:


Diabetes Diet: હાઈ બ્લડ સુગરને કુદરતી રીતે કંટ્રોલ કરે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી


ડાયાબિટીસનું નવું લક્ષણ આવ્યું સામે, શરીરમાં આ ફેરફાર તો તુરંત કરજો ડોક્ટરનો સંપર્ક


હવે આ પાંદડાવાળા શાકભાજી ખાવાનું કરી દેજો બંધ, ચોમાસામાં આ શાકમાં પડી જાય છે જીવડા
 


એક્સરસાઇઝ ન કરવી


માસિકમાં દુખાવો અને બિલ્ડિંગના કારણે મોટાભાગની યુવતીઓ થાક અને નબળાઈ અનુભવે છે. જેના કારણે એક્સરસાઇઝ સ્કીપ કરી દેવામાં આવે છે. પરંતુ આવી ભૂલ પણ કરવી જોઈએ નહીં. માસિક દરમિયાન તમે હળવી એક્સરસાઇઝ કરવાનું રાખી શકો છો તેનાથી શરીર અને મન બંને ફ્રેશ રહેશે અને માસિકનો દુખાવો પણ ઘટશે. 


મીઠું ખાવું


પિરિયડ દરમિયાન બ્લોટિંગની સમસ્યા થતી હોય છે. તેવામાં માસિક દરમિયાન મીઠાનું વધારે સેવન ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. તેથી માસિક દરમિયાન વધારે મીઠાવાળા અને નમકીન ખોરાકને લેવાનું ટાળવું જોઈએ.


નાસ્તો ન કરવો


માસિક દરમિયાન શરીરમાંથી બ્લડ નીકળે છે. તેથી શરીરને વધારે પોષણની જરૂર પડે છે. મોટાભાગે યુવતીઓ માસિક દરમિયાન ખાવા પીવાનું ટાડે છે પરંતુ આમ કરવું પણ હાનિકારક છે માસિક સમયે ખાસ તો સવારે નાસ્તો અચૂક કરવો જોઈએ.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)