હવે આ પાંદડાવાળા શાકભાજી ખાવાનું કરી દેજો બંધ, ચોમાસામાં આ શાકમાં પડી જાય છે જીવડા

Food Tips For Monsoon: ચોમાસાની શરુઆત સાથે જ આ વર્ષે દેશભરમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. હવે આગામી 3 મહિના સુધી વાતાવરણ આવું જ રહેશે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવી પડે છે. વર્ષા ઋતુમાં ખાસ તો આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે વરસાદની ઋતુમાં 5 લીલા શાકભાજી બિલકુલ ન ખાવા જોઈએ.

હવે આ પાંદડાવાળા શાકભાજી ખાવાનું કરી દેજો બંધ, ચોમાસામાં આ શાકમાં પડી જાય છે જીવડા

Food Tips For Monsoon: ચોમાસાની શરુઆત સાથે જ આ વર્ષે દેશભરમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. હવે આગામી 3 મહિના સુધી વાતાવરણ આવું જ રહેશે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવી પડે છે. વર્ષા ઋતુમાં ખાસ તો આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે વરસાદની ઋતુમાં 5 લીલા શાકભાજી બિલકુલ ન ખાવા જોઈએ. આ શાકભાજી ચોમાસામાં ખાવાથી બીમાર પડી જવાય છે.

ચોમાસામાં આ 5 લીલા શાકભાજી ન ખાવા

આ પણ વાંચો:

રીંગણા

વરસાદની ઋતુમાં રીંગણામાં જંતુનું પ્રમાણ વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે ચોમાસામાં રીંગણાનું શાક અથવા તેમાંથી બનાવેલી વાનગી ખાશો પેટમાં જંતુઓ વધી જશે. 

ટમેટા

વરસાદની ઋતુમાં આપણા શરીરની પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં, ઠંડી વસ્તુઓને બદલે હલકી ગરમ વસ્તુઓ ખાવી જોઈએ, જેથી તે સરળતાથી પચી શકે. ટામેટાંમાં કેટલાક આલ્કલાઇન તત્વો જોવા મળે છે. તે એક પ્રકારનું ઝેરી તત્વ છે, જેનો ઉપયોગ છોડને જંતુઓના હુમલાથી બચાવવા માટે કરે છે. આવી સ્થિતિમાં, વરસાદની સિઝનમાં વધુ પડતા ટામેટા ખાવાથી ખંજવાળ, ફોલ્લીઓ અને પિમ્પલ્સ થઈ શકે છે.

પાલક
 
પાલકને આયર્નનો સારો સ્ત્રોત છે પરંતુ વરસાદી વાતાવરણમાં તમારે પાલક ખાવાથી બચવું જોઈએ. તેનું કારણ એ છે કે વરસાદના કારણે આ પ્રકારના લીલા શાકભાજીમાં નાના જીવજંતુઓ વધુ થઈ જાય છે. જેને નરી આંખે જોઈ શકાતા નથી. પાલક ખાવાથી આ કીડા પણ પેટમાં પહોંચી જાય છે. 

આ પણ વાંચો:

મશરૂમ 

ચોમાસામાં મશરૂમ ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમામ પ્રકારના મશરૂમ ચોમાસા દરમિયાન ખાદ્ય રહેતા નથી. તેમાં પણ કેટલાક મશરૂમ તો ઝેરી હોય છે. તેવામાં તમે મશરુમ ન ખાવ તે સારું રહે છે. 

કોબી

કોબીનો ઉપયોગ ચાઈનીઝ અને સેન્ડવીચમાં ખૂબ જ થાય છે પરંતુ તેને પણ ચોમાસામાં ખાવાનું ટાળવું જોઈએ.  કોબીમાં પણ અસંખ્ય જીવડા થઈ જાય છે. કોબી ખાવાથી આ કીડા આપણા પેટમાં અને ત્યાંથી મગજમાં પહોંચી જાય છે. જે જોખમી છે. 

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news