Uric Acid: શરીરમાં પ્યુરીનના તૂટવાથી યુરિક એસિડ બને છે. પ્યુરીન પ્રાકૃતિક રીતે કેટલાક ખાદ્ય પદાર્થમાં હોય છે. સામાન્ય રીતે જ્યારે શરીરમાં યુરિક એસિડ બને છે તો તે રક્તના માધ્યમથી કિડની સુધી પહોંચે છે અને પછી મૂત્ર વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ કેટલાક લોકોનું શરીર આ પ્રક્રિયા કરી શકતુ નથી. તેવામાં જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય તો તે ગાઉટ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની જાય છે. યુરિક એસિડ લાઈફસ્ટાઈલ સંબંધિત સમસ્યા છે. એટલે કે જો તમે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો તો આ સમસ્યાથી બચી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કેન્સરથી લઈ સ્ટ્રોકના સંકેત જોવા મળે છે સૌથી પહેલા આંખમાં, આ લક્ષણોને ન કરો ઈગ્નોર


આજે તમને એવા શાકભાજી વિશે જણાવીએ જે હેલ્ધી છે પરંતુ યુરિક એસિડની સમસ્યા હોય તેમના માટે આ શાકભાજી ખરાબ છે. આ શાકભાજી ખાવાથી યુરિક એસિડમાં ઝડપથી વધારો થાય છે. તેથી જેમને યુરિક એસિડની સમસ્યા હોય તેમણે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. 


યુરિક એસિડ વધારે છે આ શાકભાજી 


આ પણ વાંચો: રાત્રે 7-8 કલાક સુતા પછી પણ આખો દિવસ થાક લાગતો હોય તો કારણ હશે આ વિટામિનની ઊણપ


પાલક 


પાલકમાં વધારે માત્રામાં પ્યુરીન હોય છે. જ્યારે શરીરમાં પ્યુરીન તૂટે છે તો તે યુરિક એસિડમાં પરિવર્તિત થાય છે. પાલક આમ તો અનેક પોષક તત્વ થી ભરપૂર હોય છે પરંતુ જો પહેલાથી જ કોઈ વ્યક્તિને યુરિક એસિડની સમસ્યા કે ગઠીયાની તકલીફ હોય તો પાલક નું સેવન કરવાનું ટાળવું. 


આ પણ વાંચો: Dengue: ડેન્ગ્યુ થાય તો દેખાશે પહેલાં આ ત્રણ લક્ષણો, જાણો શું રાખવી તકેદારી


મેથી 


મેથીમાં પણ પ્યુરીનની માત્રા વધારે હોય છે. જે ઝડપથી યુરિક એસિડ વધારી શકે છે. મેથી ઔષધીય ગુણથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે પરંતુ જે લોકોને યુરિક એસિડ ની સમસ્યા હોય તેઓ ડોક્ટરની સલાહ લીધા પછી જ મેથીનું સેવન કરે. 


બ્રોકલી 


બ્રોકલીમાં પણ પ્યુરીનની માત્રા વધારે હોય છે. પરંતુ અન્ય ખાદ્ય પદાર્થની સરખામણીમાં બ્રોકલી ઝડપથી યુરિક એસિડનું લેવલ વધારે છે. જે લોકોનું શરીર પ્યુરીનને મેટાબોલાઈઝ કરી શકતું નથી તેમણે બ્રોકલી ખાવી નહીં. 


આ પણ વાંચો: Roasted Chana: શેકેલા ચણા સાથે આ 3 વસ્તુ ભુલથી પણ ન ખાવી, ખાશો તો પડશો બીમાર


ગાજર 


ગાજરમાં પણ પ્યુરીન વધારે હોય છે. ગાજર હેલ્ધી શાક છે પરંતુ યુરિક એસિડની સમસ્યા હોય તેમના માટે ગાજર મુસીબત સાબિત થાય છે. યુરિક એસિડની તકલીફમાં ગાજરનું સેવન સંતુલિત માત્રામાં જ કરવું અથવા તો ડોક્ટરની સલાહ લીધા પછી કરવું.


આ 4 શાકભાજી સિવાય લીલા વટાણા, મશરૂમ, ફ્લાવર, આદુમાં પણ પ્યુરીન વધારે હોય છે જે શરીરમાં યુરિક એસિડનું સ્તર ઝડપથી વધારી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)