Symptoms of End-Stage Kidney Failure : કિડની ખરાબ થઈ રહી હોય ત્યારે છેલ્લા સ્ટેજમાં દર્દીઓની કિડની સાવ ફેલ થવાની કગાર પર પહોંચી જાય છે. આ સ્થિતિને કિડની ફેલિયરની સ્થિતિ પણ કહેવાય છે. આ ત્યારે થાય છે જ્યારે ક્રોનિક ડિડની ડિસિસના કારણે આપણી કિડની ધીરે ધીરે સંપૂર્ણ કામ કરવાનું બંધ કરી દે છે. કિડની ફેલ્યોરનું છેલ્લું સ્ટેજ એનો અર્થ એ છે કે હવે તમારી કિડની એ રીતે કામ નથી કરતી જે રીતે તમારા શરીરને જરૂર છે. કિડનીની બીમારીના લાસ્ટ સ્ટેજમાં આપણું શરીર અનેક પ્રકારના સંકેત આપે છે. જેના પર ધ્યાન આપીને તમે તમારી સ્થિતિની ગંભીરતાને ઘટાડી શકો છો. કિડની ફેલિયરના લાસ્ટ સ્ટેજમાં કયા કયા સંકેતો જોવા મળે છે તે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવ ડહોળાવો કે ઉલ્ટી થવી
કિડની ફેલિયરના લાસ્ટ સ્ટેજમાં દર્દીને વારંવાર જીવ ડોહળાય કે ઉલ્ટી જેવું મહેસૂસ થાય છે. આ સ્થિતિમાં આપણી કિડની યોગ્ય રીતે કામ કરતી હોતી નથી જેના કારણે દર્દીને આવો અનુભવ  થાય છે. જો તમને પણ કોઈ પણ કારણ વગર આવો અનુભવ થતો હોય તો તરત તમારા ડોક્ટરની સલાહ લો. 


પેશાબનો રંગ બદલાવો
કિડની ફેલિયરની સ્થિતિમાં દર્દીને પેશાબના રંગમાં ઘણો ફેરફાર જોવા મળે છે. કેટલાક દર્દીઓનો પેશાબ અને મળનો રંગ ખુબ બ્રાઉન જોવા મળે છે. જો તમને પણ આવા લક્ષણો જોવા મળે તો તરત તમારા ડોક્ટરની સલાહ લો. 


નબળાઈ અને ચક્કર આવવા
છેલ્લા સ્ટેજ સુધી કિડની ફેલિયરની સ્થિતિમાં પહોંચનારા દર્દીને ખુબ વધુ નબળાઈ અને ચક્કર આવવા લાગે છે. આ સ્થિતિમાં આપણું શરીર સંપૂર્ણ રીતે પોષક તત્વોને શોષી શકતું નથી. જેના કારણે દર્દીને ચક્કર આવવા, નબળાઈ મહેસૂસ થઈ શેક છે. આવી સ્થિતિમાં પણ એકવાર તમારી સ્થિતિની તપાસ કરાવી લો. 


ભૂખ ઓછી લાગવી
કિડની ખરાબ થવાના છેલ્લા સ્ટેજમાં દર્દીઓને ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણ જોવા મળે છે. કિડનીમાં ખરાબી હોય ત્યારે આપણું શરીર ગંદકીને બહાર કાઢી શકતું નથી જેના કારણે પેટ ભરેલું હોય તેવું ફીલ થાય છે. આવી સ્થિતિમાં ભૂખ ઓછી લાગે છે. જો તમને પણ આવા લક્ષણ જોવા મળે તો તરત ડોક્ટરની સલાહ લો. 


શ્વાસ લેવામાં મુશ્કેલી
છેલ્લા સ્ટેજમાં કિડની ફેલિયર થવાની સ્થિતિમાં દર્દીઓને શ્વાસ લેવામાં પણ ખુબ વધુ મુશ્કેલીનો અનુભવ થાય છે. આ કારણે તેમને હલકા ફૂલકા કામ કર્યા બાદ પણ શ્વાસ ચડવા લાગે છે. જો તમને આવું કોઈ લક્ષણ જોવા મળે તો એકવાર તપાસ ચોક્કસ કરાવી લો. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી મીડિયા રિપોર્ટ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


(અહેવાલ સાભાર- હેલ્થ સાઈટ હિન્દી)