Headache: આ 5 ટ્રીકની મદદથી અસહ્ય માથાનો દુખાવો પણ દવા વિના મટી જશે, એકવાર કરી જુઓ ટ્રાય
Headache Home Remedies: જો તમને પણ વારંવાર અસહ્ય માથાનો દુખાવો રહેતો હોય તો તમે તેને દવા વિના આ ઘરેલું ઉપાયોથી પણ મટાડી શકો છો. માથાનો દુખાવો થાય ત્યારે આ પાંચ કામ કરી લેવાથી દવા વિના માથાનો દુખાવો મટી શકે છે.
Headache Home Remedies: ઘણા લોકો એવા હોય છે જેમને અવારનવાર માથામાં દુખાવો રહેતો હોય છે. માથામાં દુખાવો થવાના ઘણા બધા કારણ હોય છે. જેમ કે અનિંદ્રા, વાતાવરણમાં ફેરફાર, સ્ટ્રેસ અને ખાવા-પીવાની આદતોના કારણે પણ ઘણી વખત માથાનો દુખાવો થાય છે. માથાનો દુખાવો અસહ્ય થઈ જાય તો તેને મટાડવા માટે ઘણા લોકો પેનકિલર ખાતા હોય છે. પરંતુ જો દવા વિના માથાનો દુખાવો મટાડવો હોય તો તે શક્ય છે.
જો તમને પણ વારંવાર અસહ્ય માથાનો દુખાવો રહેતો હોય તો તમે તેને દવા વિના આ ઘરેલું ઉપાયોથી પણ મટાડી શકો છો. માથાનો દુખાવો થાય ત્યારે આ પાંચ કામ કરી લેવાથી દવા વિના માથાનો દુખાવો મટી શકે છે.
માથાનો દુખાવો તુરંત દૂર કરતાં ઉપાય
આ પણ વાંચો: Ear Pain: કાનનો દુખાવો અને ખંજવાળ 10 મિનિટમાં દુર કરતાં સરળ ઘરેલુ ઉપાયો
લાઈટ ડીમ કરો
તીવ્ર લાઈટના કારણે ઘણી વખત માથાનો દુખાવો અસહ્ય થઈ જતો હોય છે. તેથી માથાના દુખાવાની સમસ્યા વધે તે પહેલા જ તમે જે જગ્યાએ હોવ તે જગ્યાની લાઇકને ડીમ કરો. દિવસ દરમિયાન તડકામાં જાવ તો સન ગ્લાસિસનો ઉપયોગ કરો જેથી તડકાથી બચી શકાય.
મેન્ટલ પ્રેશર ઓછું કરો
ઘણી વખત કોઈ વસ્તુને લઈને આપણે એટલી બધી ચિંતા અને પ્રેશર અનુભવીએ છીએ કે તેના કારણે માથામાં દુખાવો થવા લાગે છે. આ પ્રકારની ચિંતાઓને છોડો. વર્ક લોડ વધી જાય તો કામ કરવા પર ધ્યાન આપો. વર્ક લોર્ડનું પ્રેશર લેવાથી માથાનો દુખાવો થવા લાગશે.
આ પણ વાંચો: આંખ, હાર્ટ સહિત દરેક અંગ રહેશે સ્વસ્થ, જાણો શિયાળામાં બાફેલા શક્કરીયા ખાવાથી થતા લાભ
હેડ મસાજ
માથાના દુખાવાથી તુરંત રાહત મેળવવી હોય તો મસાજ સૌથી ઉત્તમ ઉપાય છે. મસાજ કરવાથી માથાના દુખાવાથી તુરંત મુક્તિ મળે છે. માથામાં મસાજ કરવાની સાથે જ ગરદન અને ખભા પર મસાજ કરો તેનાથી થાક દુર થાય છે અને દુખાવો મટી જાય છે.
ચા અથવા કોફી
માથાના દુખાવામાં કેફીન ખૂબ જ લાભકારી સાબિત થાય છે. માથાનો દુખાવો થતો હોય ત્યારે તમે જો ચા પી લેશો તો તેનાથી સારું લાગશે. ચા અથવા તો કોફીમાં રહેલું કેફીન માથાના દુખાવાને વધતો અટકાવે છે.
આ પણ વાંચો: સાંધાના દુખાવાથી પરેશાન લોકો માટે આ તેલ છે વરદાન, 10 મિનિટની મસાજ પછી દોડતા થઈ જાશો
આદુનું સેવન
માથાના દુખાવાને મટાડવા માટે આદુ પણ ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આદુવાળી ચા પીવાથી માથાનો દુખાવો તુરંત મટે છે. જો તમે ચા ન પીતા હોય તો દૂધમાં આદુ મિક્ષ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)