Sweet Potato: આંખ, હાર્ટ સહિત દરેક અંગ રહેશે સ્વસ્થ, જાણો શિયાળામાં બાફેલા શક્કરીયા ખાવાથી થતા લાભ વિશે

Sweet Potato Benefits: જે લોકો વધતા વજનથી પરેશાન હોય તેમણે શિયાળામાં શક્કરીયાનું સેવન કરવું જોઈએ. શક્કરીયા વજન ઘટાડવામાં તમને ખૂબ મદદ કરશે. તેનું સેવન કરવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી જેના કારણે તમે ઓવરિટિંગ કરવાનું ટાળો છો. જેના કારણે વજન ઓછું થાય છે.

Sweet Potato: આંખ, હાર્ટ સહિત દરેક અંગ રહેશે સ્વસ્થ, જાણો શિયાળામાં બાફેલા શક્કરીયા ખાવાથી થતા લાભ વિશે

Sweet Potato Benefits: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે ઠંડી પણ જોર પકડી રહી છે. શિયાળો આવે એટલે સૌથી સારી વાત એ થાય કે આ ઋતુ દરમિયાન વિવિધ પ્રકારના શાકભાજી અને ફળ મળવા લાગે છે. ઘણા શાક તો એવા હોય છે જે માત્ર શિયાળા દરમિયાન જ જોવા મળે છે. અને તેને ખાવાની સાચી મજા પણ શિયાળામાં જ આવે છે. આવું જ એક શાક છે શક્કરીયા. બાફેલા શક્કરીયા ખાધા વિના શિયાળો અધુરો રહે છે. શક્કરીયા માત્ર સ્વાદ જ નહીં પરંતુ શરીરને જરૂરી પોષક તત્વો પણ આપે છે. શક્કરીયા ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, આયરન, વિટામિન સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. શક્કરીયાનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. જો તમને આ અંગે જાણકારી ન હોય તો ચાલો તમને જણાવીએ શિયાળામાં શક્કરીયા ખાવાથી કેટલા ફાયદા થાય છે.

શક્કરીયા ખાવાથી થતા લાભ

આંખની રોશની વધે છે

જે લોકોની આંખ નબળી હોય તેમણે આંખની દ્રષ્ટિ મજબૂત કરવા માટે શિયાળામાં શક્કરીયા ખાવા જોઈએ. શક્કરીયામાં બીટા કેરોટીન હોય છે જે આંખને સ્વસ્થ બનાવે છે અને આંખની દ્રષ્ટિ સુધારે છે સાથે જ આંખ સંબંધિત બીમારી થવાનું જોખમ પણ દૂર કરે છે.

બ્લડ પ્રેશર

શક્કરીયામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. બ્લડ પ્રેશરના દર્દીઓએ પોતાની ડાયેટમાં શક્કરીયાને સામેલ કરવા જ જોઈએ.

હાર્ટની હેલ્થ

શક્કરીયામાં પોટેશિયમ હોય છે જે હૃદયને પણ સ્વસ્થ રાખે છે અને હૃદયના ફાયદો કરે છે. શક્કરીયાનું સેવન કરવાથી હાર્ટ સ્ટ્રોક સહિતની હૃદયની બીમારી થવાનું જોખમ ઘટે છે.

હાડકા થાય છે મજબૂત

શક્કરીયામાં ભરપૂર પ્રમાણમાં આયરન, ફોલેટ અને વિટામિન ડી હોય છે જે શરીર માટે ફાયદાકારક છે અને હાડકાને પણ સ્વસ્થ તેમજ મજબૂત બનાવે છે. નિયમિત રીતે શક્કરીયા ખાવાથી હાડકા મજબૂત થાય છે. 

વજન ઘટાડે છે

જે લોકો વધતા વજનથી પરેશાન હોય તેમણે શિયાળામાં શક્કરીયાનું સેવન કરવું જોઈએ. શક્કરીયા વજન ઘટાડવામાં તમને ખૂબ મદદ કરશે. તેનું સેવન કરવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી જેના કારણે તમે ઓવરિટિંગ કરવાનું ટાળો છો. જેના કારણે વજન ઓછું થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news