Constipation: આ 8 ફુડ કબજિયાત મટાડી પેટ સાફ રાખવામાં કરે છે મદદ, આજથી જ સામેલ કરો ડાયટમાં
Food For Constipation:કબજિયાતની સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો કેટલાક સુપર ફૂડને ડેઇલી લાઇફમાં સામેલ કરો. આજે તમને 8 એવા ફૂડ વિકલ્પ વિશે જણાવીએ જે આ કામમાં તમને મદદ કરશે. જો આ વસ્તુઓને ખાવાની શરૂઆત કરશો તો સવારે પેટ સાફ સારી રીતે આવશે અને કબજિયાત પણ નહીં થાય.
Food For Constipation:સવારે ઊઠતા વેંત સાફ આવી જાય તો તેનાથી સારું કંઈ ના હોય. સવારમાં પેટ સાફ આવી જાય તો આખો દિવસ શરીર એનર્જેટિક રહે છે. તેનાથી વિરુદ્ધ જો કબજિયાત જેવી સમસ્યા હોય અને નિયમિત પેટ સાફ ન આવતું હોય તો લોકો પરેશાન થઈ જાય છે. સવારે મળ ત્યાગ કરવામાં જો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો તમારે તમારી ફૂડ હેબિટ્સ પર ધ્યાન આપવાની જરૂર છે.
આ પણ વાંચો: Health Tips: કાળઝાળ ગરમીમાં પણ નહીં પડો બીમાર બસ આ 4 વાતો રાખજો ધ્યાનમાં
કબજિયાતની સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો કેટલાક સુપર ફૂડને ડેઇલી લાઇફમાં સામેલ કરો. આજે તમને 8 એવા ફૂડ વિકલ્પ વિશે જણાવીએ જે આ કામમાં તમને મદદ કરશે. જો આ વસ્તુઓને ખાવાની શરૂઆત કરશો તો સવારે પેટ સાફ સારી રીતે આવશે અને કબજિયાત પણ નહીં થાય.
કબજીયાત માટે બેસ્ટ છે આ ફૂડ
આ પણ વાંચો: અજમાનું પાણી બ્લડ પ્રેશરથી લઈ શરદી સુધીની આ 5 બીમારીઓને દવા વિના કરે છે દુર
1. બ્લેક બીન્સ ફાઇબરનો સારો સોર્સ છે. ફાઇબર પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કબજિયાતને પણ મટાડે છે.
2. ઓટમિલ પણ ફાઇબરનો સારો સોર્સ છે. તેનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે અને લાંબા સમય સુધી શરીરને એનર્જી પણ મળે છે.
3, દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પ્રોબાયોટિક્સ શરીરમાં ગુડ બેક્ટેરિયા વધારે છે જે પાચનતંત્રને સુધારે છે અને ભોજનના પાચનમાં મદદ કરે છે.
આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેકના 30 દિવસ પહેલાં શરીરમાં જોવા મળે છે આ 7 લક્ષણ
4. અંજીર ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે. કબજિયાતના દર્દી માટે ફાઇબર ખૂબ જ જરૂરી છે. ફાઇબર યુક્ત વસ્તુઓનું સેવન કરવાથી મળ સોફ્ટ થાય છે અને મળત્યાગ કરવામાં સરળતા રહે છે.
5. શક્કરિયામાં પણ ફાઇબર અને વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે
6. આલુબુખારા પણ ફાઇબરથી ભરપૂર હોય છે. નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને કબજિયાત મટે છે.
આ પણ વાંચો: મોટી મોટી બીમારીથી બચાવી લે છે એક ગ્લાસ મેથીનું પાણી, આ રીતે કરવું તૈયાર
7. સફરજનમાં ફાઇબર અને પેક્ટિન હોય છે. ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને પ્રેક્ટીન મળ ત્યાગ કરવામાં સરળતા બનાવે છે. નિયમિત એક સફરજન ખાવાથી પણ સવારે સારી રીતે પેટ સાફ આવે છે.
8. ચીયા સીડ ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત મટાડે છે. ઉપરોક્ત બધી વસ્તુઓને તમે ડેઇલી ડાયેટમાં યોગ્ય માત્રામાં લેવાનું રાખશો તો સવારે પેટ સાફ સારી રીતે થશે અને કબજિયાતની સમસ્યા ક્યારેય નહીં થાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)