Fenugreek Water: મોટી મોટી બીમારીથી બચાવી લે છે એક ગ્લાસ મેથીનું પાણી, આ રીતે કરવું તૈયાર

Fenugreek Water: મેથી પલાળેલું પાણી પણ એન્ટિઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ ધરાવે છે. આ પાણી રોજ પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને ઘણી બધી બીમારીઓથી દવા વિના મુક્તિ મળે છે. આજે તમને મેથીનું પાણી સવારે પીવાથી શરીરને કેટલા ફાયદા થાય તે જણાવીએ.

Fenugreek Water: મોટી મોટી બીમારીથી બચાવી લે છે એક ગ્લાસ મેથીનું પાણી, આ રીતે કરવું તૈયાર

Fenugreek Water: મેથી એવો મસાલો છે જેને વર્ષોથી ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. મેથીના દાણાને પાણીમાં પલાળીને તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય લાભ થાય છે. જોકે પલાળેલી મેથી જ નહીં પરંતુ મેથી પલાળેલું પાણી પણ એન્ટિઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ ધરાવે છે. આ પાણી રોજ પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને ઘણી બધી બીમારીઓથી દવા વિના મુક્તિ મળે છે.

આજે તમને મેથીનું પાણી સવારે પીવાથી શરીરને કેટલા ફાયદા થાય તે જણાવીએ. સાથે જ મેથીનું પાણી કેવી રીતે તૈયાર કરવું તે પણ જાણો.આજના ભાગદોડ ભર્યા જીવનમાં ઘણા લોકોને વજન વધી જવાનો ડર હોય છે. પરંતૂ મેથીમાં ફાઈબર વધુ હોય છે જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાંધાના દુખાવાથી પણ મેથીના પાણીથી રાહત મળે છે.

મેથીનું પાણી પીવાથી થતા ફાયદા

1. મેથીનું પાણી સવારે પીવાથી પાચન ક્રિયા સુધરે છે. તેનાથી કબજિયાત, અપચો અને પેટ ફુલવા જેવી સમસ્યાથી રાહત મળે છે. 

2. મેથીનું પાણી પીવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.

3. મેથીનું પાણી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે તેના કારણે ભૂખ ઓછી લાગે છે.

4. મેથીનું પાણી ત્વચા માટે પણ ફાયદાકારક છે તેનાથી ત્વચા પર કરચલીઓ ઓછી થાય છે અને ખીલ મટે છે.

5. મેથીનું પાણી વાળ માટે પણ લાભકારી છે તેનાથી વાળનો ગ્રોથ વધે છે, વાળ મજબૂત થાય છે. 

6. મેથીનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેનાથી શરદી, ઉધરસ જેવી બીમારીથી બચી જવાય છે.

મેથીનું પાણી કેવી રીતે બનાવવું ? 

એક ગ્લાસ પાણીમાં રાત્રે એક ચમચી મેથી પલાળી દેવી. સવારે જાગીને મેથીનું પાણી ગાળી અને તેને ખાલી પેટ પી લેવું. મેથીનું પાણી સવારે ખાલી પેટ પીવો તો સૌથી વધુ ફાયદો કરે છે. મેથીનું પાણી સવારે અને સાંજે એમ બે ટાઈમ પણ પી શકાય છે. મેથીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પછી, સવારે ઉઠ્યા પછી, આ પાણીને ગાળીને ખાલી પેટે તેનું સેવન કરો. થોડા દિવસોમાં તમને ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત મળી જશે

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news