Curd: શિયાળામાં આ 4 વસ્તુઓ ઉમેરીને ખાશો દહીં તો વાયડું નહીં પડે, શરીરને કરશે ફાયદો
Curd Benefits: શિયાળામાં દહીંનું સેવન કરવામાં લોકો સંકોચ કરે છે. કારણ કે ઘણા લોકોને દહીં ખાધા પછી ખાંસી, શરદી, ગળામાં ખરાશ જેવી સમસ્યાઓ થાય છે. જો કે તમે શિયાળામાં પણ પેટભરીને દહીં ખાઈ શકો છો. તેના માટે તમારે દહીંમાં કેટલીક વસ્તુઓ ઉમેરી દેવાની છે. આ વસ્તુઓ ઉમેરી દહીં ખાશો તો દહીં તમને વાયડું નહીં પડે.
Curd Benefits: દૂધ અને દૂધમાંથી બનતી અન્ય પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી વસ્તુઓમાંથી દહીં પણ એક ડેરી પ્રોડક્ટ છે. જે પેટ સંબંધિત રોગોને ઝડપથી મટાડે છે. જ્યારે પેટ સંબંધિત કોઈ બીમારી હોય ત્યારે ડોક્ટર પણ દહીં ખાવાની સલાહ આપે છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન બી12, પોટેશિયમ, મેગ્નેશિયમ સહિતના પોષકતત્વો હોય છે.
ઉનાળામાં તો દહીં ખાવું ખૂબ જ સારું માનવામાં આવે છે. પરંતુ શિયાળામાં દહીંનું સેવન કરવામાં લોકો સંકોચ કરે છે. કારણ કે ઘણા લોકોને દહીં ખાધા પછી ખાંસી, શરદી, ગળામાં ખરાશ જેવી સમસ્યાઓ થાય છે. જો કે તમે શિયાળામાં પણ પેટભરીને દહીં ખાઈ શકો છો. તેના માટે તમારે દહીંમાં કેટલીક વસ્તુઓ ઉમેરી દેવાની છે. આ વસ્તુઓ ઉમેરી દહીં ખાશો તો દહીં તમને વાયડું નહીં પડે.
આ પણ વાંચો: શિયાળામાં આ સમયે ખાધેલું એક આમળું કરશે અનેક ફાયદા, આ 5 બીમારીની દવા પણ નહીં કરવી પડે
તજ પાવડર
તજમાં એન્ટિફંગલ, એન્ટિવાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેનાથી શરદી જેવા વાયરલ રોગોથી રાહત મળે છે. શિયાળામાં દહીંમાં તજ પાવડર ઉમેરીને ખાવાથી ફાયદો થાય છે.
લવિંગ પાવડર
લવિંગમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વો હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી હાડકાં, દાંત અને નખ મજબૂત બને છે. શિયાળામાં તમે દહીંમાં લવિંગ પાવડર ઉમેરીને ખાઈ શકો છો.
આ પણ વાંચો: રાત્રે આ વસ્તુઓ ખાવાથી 100 ની સ્પીડે વધે છે યુરિક એસિડ, ખાતા હોય તો ચેતી જાજો
કાળી એલચીનો પાવડર
કાળી એલચીની તાસીર ગરમ હોય છે. તેનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ જેમ કે ઉલટી, અપચો, પેટનો દુખાવો દૂર થાય છે. શિયાળામાં દહીંમાં કાળી એલચીનો પાવડર ઉમેરી ખાવાથી દહીંથી નુકસાન નથી થતું.
શેકેલું જીરું
શેકેલું જીરું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તમે જીરાના પાવડરને દહીંમાં ઉમેરીને ખાઈ શકો છો.
આ પણ વાંચો: દૂધમાં ઉકાળીને રોજ ખાવી આ વસ્તુ, શરીરને મળશે ગરમી, ઠંડીમાં ફરી શકશો સ્વેટર વિના
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)